- જૂનાગઢ માળિયા હાટીનામાં મગફળીને રિજેક્ટ કરાઈ
- સોના જેવી મગફળી રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષ
- 5 જવાબદાર અધિકારીઓ પાસેથી જવાબ મગાયો
જૂનાગઢઃ આ અંગે સરકારની કડક સૂચનાથી અલગ અલગ 5 જવાબદાર અધિકારી વ્યક્તિને નોટિસ બજાવી ખુલાસો માગ્યો છે. હાલ આ રિજેક્ટ થયેલ મગફળી માળિયા હાટીનામાં મગફળી કેન્દ્ર પર 3331 ગુણી જેટલો જથ્થો પરત આવ્યો છે. તે મગફળીનું અલગ અલગ લોટ વાઈઝ રીસેમ્પલિંગ કરી સારો માલ અને ચોખ્ખો માલ અલગ કરી વેરહાઉસ મોકલશે. હવે વિચારવાનું એ છે કે, જે માલ ચાલે એવો નથી તેનું શું? અધિકારીઓના ગોળ ગોળ જવાબથી પોતે છટકી રહ્યા છે.