જૂનાગઢ : રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં (Gujarat Election 2022) નર્મદા યોજના અને નલ સે જલનો ભાજપ દ્વારા ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ચૂંટણી સભામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના તમામ ગામો અને ખાસ કરીને મહાનગરોને નલ સે જલ યોજના અંતર્ગત સાંકડી દેવામાં આવ્યા છે, ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા વોર્ડ નંબર એકના સરગવાળા ગામમાં કોર્પોરેશન બન્યાને આજે 20 વર્ષ કરતાં વધુ સમયથી નલ સે જલ યોજના થકી પાણી મળતું નથી સરગવાળા ગામમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના જાણે મૃગજળ સાબિત થતી હોય તેવી હકીકત બહાર આવી છે. (Water problem in Junagadh)
જુનાગઢ મનપા વિસ્તારમાં નલ સે જલ યોજના આજે પણ મૃગજળ સમાન નલ સે જલ યોજના મૃગજળ સમાનવિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નાનાથી લઈને મોટા ગજાના નેતાઓ નર્મદા યોજના અને નલ સે જલ યોજનાનો ભરપેટ ત ખૂબ ઉપયોગ કરે છે. ભાજપના તમામ નેતાઓ નલ સે જલ યોજના સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને મહાનગર વિસ્તારમાં સંપૂર્ણ પણે અમલમાં મૂકી દેવામાં આવી છે જેના થકી લોકો આજે પીવાનું ચોખ્ખું પાણી નળ મારફતે પોતાના ઘરમાં મેળવી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આ દાવાની પોલ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ વોર્ડ નંબર 1નું સરગવાળા ગામ ખોલી રહ્યું છે. (Water problem in Sargwala village)
પાણી માટે પળોજણ જુનાગઢ કોર્પોરેશન બન્યાને આજે 20 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં આજ દિન સુધી સરગવાળા ગામમાં પીવાનું ચોખ્ખું પાણી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવતું નથી. આ હકીકત રાજ્ય અને કેન્દ્ર સરકારની નલ સે જલ યોજનાનું સત્ય બહાર લાવે છે. ગામમાં પીવાના પાણીની એટલી મુશ્કેલી છે કે મહિલાઓ ખૂબ દૂર સુધી પાણી ભરવા માટે પગપાળા જઈ શકતી નથી. જેને કારણે તેમના પરિવારના પુરુષ સભ્ય બાઈક પર પીવાનું પાણી ભરીને પાણીની સમસ્યા સામે લડી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)
મતદાન બહિષ્કારની વાતું છેલ્લા 20 વર્ષથી આ પ્રકારના દ્રશ્યો સરગવાળા ગામમાં બિલકુલ સામાન્ય જોવા મળે છે. ગામમાં રહેતા અશ્વિનભાઈ અને રમેશભાઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની સાથે જૂનાગઢ મનપાના ઓરમાયા વર્તનને કારણે હજુ સુધી ગામમાં પાઇપલાઇન મારફતે પીવાનું ચોખ્ખું પાણી મળ્યું નથી. તો ગામમાં જ રહેતા વયોવૃધ્ધ હંસાબા પણ આજ દિન સુધી પીવાનું પાણી પૂરું પડાતું નથી. જેને લઈને ગામ મતદાનનો બહિષ્કારની વાત પણ કરી રહ્યું છે. (Nal Se Jal Yojana)
ગામ લોકોનો વિરોધ સરગવાળા ગામમાં પાછલા 20 વર્ષથી પીવાના પાણીની સમસ્યા વકરી રહી છે. જેનો અનુભવ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ અનેક વખત ગામ લોકોના વિરોધને કારણે કર્યો છે, પરંતુ સમગ્ર મામલાને લઈને હાલ ચૂંટણી આચારસંહિતા ચાલતી હોય ત્યારે કોઈ પણ પ્રકારના નિવેદન આપવાથી પોતાની જાતને દૂર રાખી છે. અધિકારી અને પદાધિકારીની સમસ્યાથી દુરી તેમજ ગામમાં પાણી માટે વલોપાત કરતા લોકોના દ્રશ્યો સત્ય બોલે છે. (Junagadh Municipal Corporation)