મેડિકલ ટુરીઝમને લઈને જૂનાગઢમાં થયા MoU જૂનાગઢ: 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જૂનાગઢ' અંતર્ગત આજે એક દિવસીય વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના મેડિકલ ટુરીઝમને વેગ મળે તે માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ૬૦ કરોડ MOU કરવામાં આવ્યા હતાં. જેના કારણે આગામી દિવસોમાં જૂનાગઢના પર્યટન અને ધાર્મિક ક્ષેત્રની સાથે હવે મેડિકલ ટુરીઝમની દિશામાં પણ રોજગારીની નવી તકો ઉભી થઈ છે.
'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જુનાગઢ' સમિટ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત થયાં MOU: 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જુનાગઢ' ની થીમ અંતર્ગત શનિવારે વાઇબ્રન્ટ ગુજરાત સમીટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના પ્રભારી અને રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જૂનાગઢમાં આયોજીત સૌ પ્રથમ વાઇબ્રન્ટ સમિટમાં જૂનાગઢમાં ઔદ્યોગિક ક્ષેત્રને લઈને નવા દ્વાર ખોલી શકાય તે માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં જુનાગઢ જિલ્લા વેપારી મહામંડળ તેમજ અન્ય ઉદ્યોગ અને ધંધા સાથે સંકળાયેલા લોકોની સાથે-સાથે રાજ્યમાંથી આવેલા નાના અને મધ્યમ ઉદ્યોગકારોએ જૂનાગઢમાં ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જુનાગઢ' સમિટ સમિટમાં મહત્વના કરારો: વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત જૂનાગઢના વિકાસ અને ખાસ કરીને ઔદ્યોગિક વિકાસને લઈને MOU પર કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં હસ્તાક્ષરો કરવામાં આવ્યાં હતાં. આજે થયેલાં MOUમાં સૌથી વધુ ધ્યાન જૂનાગઢમાં મેડિકલ ટુરીઝમના ક્ષેત્રને વિકસાવવા માટે આપવામાં આવ્યું છે. એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અંદાજિત 60 કરોડ રૂપિયાના એમઓયુ આ સમિટ દરમિયાન કરવામાં આવ્યા હતા. જે કદાચ જુનાગઢના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની પહેલ હશે. તેથી આગામી દિવસોમાં જુનાગઢ સમગ્ર સૌરાષ્ટ્રમાં મેડિકલ ટુરીઝમને લઈને ખૂબ જ ઝડપથી આગળ વધે તે માટેના આશાઓ પ્રબળ બની છે.
વિશ્વપ્રસિદ્ધ કેરીને લઈને ઉદ્યોગકારોમાં નિરાશા: ગીરની કેસર કેરીને લઈને આજની ગ્લોબલ સમિટમાં કોઈ ઉદ્યોગકારોએ રોકાણ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો નહોતો. ગીરની કેસર કેરી દુનિયાના સીમાડાઓ વટાવીને યુરોપના દેશો સુધી પણ પહોંચી ગઈ છે, પરંતુ આજની આ સમિટમાં કેસર કેવી સાથે સંકળાયેલા અન્ય ખાદ્ય પ્રોડક્ટની સાથે કેરીનો પલ્પ કે કેસર કેરીનો પાવડર બનાવવાને લઈને એકપણ ઉદ્યોગકારોએ ઈચ્છા દર્શાવી ન હતી. સામાન્ય રીતે ફળ પાકમાં સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગીર કેસર કેરીના ઉત્પાદનમાં ખૂબ અગ્રેસર છે પરંતુ આજની આ સમિટમાં કેસર કેરીને લગતા ઉદ્યોગો સ્થપાય તે માટે કોઈ ઉદ્યોગકારોએ વિશેષ ઉત્સાહ દર્શાવ્યો ન હતો.
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં રીંછની વસ્તી 30 થઈ, વન્ય જીવ પ્રેમીઓમાં આનંદ છવાયો
- Mumps Virus: સુરતમાં રોજ મમ્પસ વાયરસના 500થી 700 નવા દર્દીઓ