ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના માળીયા હાટીના મોટી ધણેજ ગામે જળ એજ જીવન સાર્થક કરતો કાર્યક્રમ યોજાયો - મોટી ધણેજ

જૂનાગઢના માળીયા હાટીના પંથકને ખૂંદી નીકળતી મેઘલ નદી પર 20 વર્ષ પહેલાં પાણી વહી જતું હતું તથા શિયાળા અને ઉનાળાની સિઝન દરમિયાન પાણીની તંગી સર્જાતા, આ નદી પર વિવિધ જગ્યાએ 2002માં આગાખાન સંસ્થા દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યુ હતું અને 8 વર્ષના ગાળામાં 306 ચેકડેમ બાંધવામાં આવ્યા હતા, બાદમાં આ નદીમાં પાણી રહેવા લાગ્યું હતું અને જમીનના તળમાં સુધારો થયો હતો, સાથે સાથે આગાખાન સંસ્થાના આ કાર્યને ધ્યાનમાં રાખી સંસ્થાને 2017/2018માં રાષ્ટ્રીય કક્ષાનો ફીકી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જૂનાગઢના માળીયા હાટીના મોટી ધણેજ ગામે જળ એજ જીવન સાર્થક કરતો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢના માળીયા હાટીના મોટી ધણેજ ગામે જળ એજ જીવન સાર્થક કરતો કાર્યક્રમ યોજાયો

By

Published : Mar 1, 2020, 5:02 AM IST

જૂનાગઢઃ જિલ્લામાં આ ભગીરથ કાર્ય કાયમી ધોરણે ચાલું રહે તે માટે અને ટકી રહે તે માટે માળીયાના ખેડૂત આગેવાન સોનિગભાઈ બચુભાઇ જુજીયા અને ભીમજીભાઈ વાલજી ભાઈ વરસડાની આગેવાનીમાં મેઘલ નદીમાંથી વહી જતા પાણીને રોકવા માટે મેઘલ કોર કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા પોતાના સ્વ ખર્ચે આ ચેકડેમો પર પથ્થરો અને બોરિયો દ્વારા ઉંચાઈ વધારીને બોરીબંધનું નિર્માણ કરવામાં આવ્યુ હતું.

જૂનાગઢના માળીયા હાટીના મોટી ધણેજ ગામે જળ એજ જીવન સાર્થક કરતો કાર્યક્રમ યોજાયો
આ કમિટીની રચના થયા બાદ તેમાં માળીયા હાટીનાના ગામડાઓ મોટી ધનેજ, નાની ધનેજ ,લાથોદ્રા, કડાયા વડાલા ,ઝડકા ,ઇટાલી , આંબેચા ,ભંડુરી ગામના 500થી વધુ ખેડૂતો જોડાયા અને બોરીબંધ બાંધી પાણીને રોકવામાં આવ્યુ જેના પરિણામ સ્વરૂપે જમીનના તળમાં સુધારો જોવા મળ્યો અને બોરિંગમાં પણ પાણી રહેવા લાગ્યું. આજે આ ગામડાઓ ના ખેડૂતો ઉનાળુ અને શિયાળુ સિઝન માં પાક લેતા થયા છે.આ કમિટી આજે પણ ખેડૂતો પાસેથી 3 લાખ જેટલું ફંડ ભેગું કરી અને ચાલુ વર્ષે 22 કિલોમીટર લાંબા પટમાં 20 જેટલા બોરીબંધ બાંધી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ મેઘલ નદિ ત્રણ તાલુકાના કુલ બાવન ગામોમાંથી પસાર થાય છે અને બાવન ગામોમાં પાણી રોકાશે તેવું મેઘલ કોર કમીટીએ જણાવ્યું છે. સાથે સાથે મેઘલ નદીમાં બારે માસ પાણી નહીં વહે ત્યાં સુધી કેશોદ મુકામે રહેતા જશું બાપાએ ઘી ન ખાવાની ટેક લીધી છે.

ABOUT THE AUTHOR

...view details