જૂનાગઢ : સબંધની લાગણી માણસને સાત સમુંદર પાર ખેંચી લાવ્યા હોય તેમ લાગણી અને ભાવના સાથે મૂળ જૂનાગઢના વતની અને બહાઉદીન કોલેજના પ્રોફેસર તરીકે સેવા આપી ચુકેલા ઉમેશભાઇ યાજ્ઞીકના પુત્ર નિતીનભાઇના લગ્ન પ્રથમ વર્ષ 1990માં થયાં બાદ કોઇપણ કારણોસર તેમના છુટાછેડા થઇ ગયા હતા અને નિતીનભાઇ યાજ્ઞીક જર્મનના હેલીગેનબર્ગ શહેરમાં એક દાયકા પહેલા સેટ થયાં બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. નિતીનભાઇ મોરેસિઅશ વર્ષ 2002માં ફરવા ગયેલા.જ્યાં તેમની મુલાકાત જર્મની યુવતી એલન સાથે થઈ હતી, અને બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. આ પ્રેમ તેમને ભારત ખેંચી લાવ્યો.
જૂનાગઢના યુવાન અને જર્મન યુવતીની અનોખી પ્રેમ કહાની - મોરેસિઅશ
કહેવાય છે પ્રેમને કોઈ સીમા નડતી નથી. આ વાતને સાર્થક કરતો કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. જૂનાગઢનો યુવાન જર્મન યુવતી સાથે લગ્ન બંધનમાં બંધાયા છે. આ આધેડ દંપતિએ શાસ્ત્રોક્ત વિધીથી વાજતે ગાજતે સપ્તપદીનાં ફેરા ફર્યા હતાં.
ભારત આવી શાસ્ત્રોક્ત વીધિથી લગ્ન કર્યાં
વડીલો તેમજ સગાસંબંધીની હાજરીમાં તા.22 જાન્યુ, 2010ના નિતીનભાઇ અને એલને અમદાવાદ મુકામે સિવિલ મેરેજ કોર્ટમાં મેરેજ કર્યા હતાં, ત્યારબાદ આ દંપતિ જર્મની ગયેલા અને ત્યાંના કાયદા મુજબ રજીસ્ટર મેરેજ કર્યા હતા, પરંતુ હિન્દુ શાસ્ત્ર મુજબ સપ્તપદીના સાત ફેરા ફર્યાં ન હતાં. જેથી હિન્દુ શાસ્ત્ર વિધી મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તે લગ્ન પણ ભારત આવી નિતીનભાઇના પિતા સાથે 65 વર્ષ પહેલા સનખડા ગામના રામભાઇ સીદીભાઇ ગોહીલ સાથેના જે સંબંધની શરૂઆત થયેલી તે સંબંધ અતુટ હોવાથી આ સંબંધની ગાંઠ આવનારી પેઢી માટે મજબૂત બનાવવા અને સંબંધોની પરંપરા આવનારી પેઢી પણ જાળવી રાખે તેવું નિતીનભાઇએ નક્કી કરેલું હતું. જેથી થોડા દિવસ પહેલાં ભારત આવી સપ્તપદીના સાત ફેરા ઊના તાલુકાના સનખડા ગામે એલન સાથે ફરવાનુ નક્કી કર્યુ હતું. આ આધેડ દંપતિએ શાસ્ત્રોક્ત વિધીથી વાજતે ગાજતે સપ્તપદીનાં ફેરા ફર્યા હતાં.