ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. જે પૈકી એક માન્યતા મુજબ વલસાડ બેઠક પર જે પક્ષનો સાંસદ દિલ્હીના દરબારમાં પહોંચે છે. તેની સરકાર બને છે તેવી એક માન્યતા છે તે મુજબ આજ દિન સુધી આવુ જ બનતું આવ્યું છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પણ આવો પણ અલગ ઇતિહાસ ધરાવે છે. જૂનાગઢમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ જૂનાગઢ બેઠક પર જેતે પક્ષના ઉમેદવારનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન જૂનાગઢ આવે તો જેતે પક્ષના ઉમેદવારની હાર થાય છે. તેવું આજદિન સુધી બનતું આવ્યું છે.
જૂનાગઢ બેઠક અનોખો ઈતિહાસ, જો વડાપ્રધાન પ્રચાર કરે તો ઉમેદવાર હારે છે... - Unique history
જૂનાગઢ: જૂનાગઢ લોકસભા બેઠક અનોખો રેકોર્ડ ધરાવે છે. અહીંથી ચૂંટણી લડતા સત્તા પક્ષના ઉમેદવારના પ્રચાર અર્થે જૂનાગઢ આવતા વડાપ્રધાન પણ તેમના ઉમેદવારને જીતાડવામાં અસમર્થ જોવા મળ્યાં છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ઉમેદવારની જીત જૂનાગઢ બેઠક પારથી પાકી કરી શક્યા નથી.
ભૂતકાળમાં સ્વ ઇન્દિરા ગાંધી તેમના ઉમેદવાર બદરમિયા મુન્સીના પ્રચાર માટે જૂનાગઢ આવ્યા હતા, ત્યારે બદરમિયાની જૂનાગઢ બેઠક પર હાર થઇ હતી. રાજીવ ગાંધી મો.લા. પટેલના સમર્થનમા ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું, ત્યારે મો.લા. પટેલની પણ હાર થઇ હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહેન્દ્ર મસરુનાં પ્રચાર માટે જૂનાગઢ આવ્યા હતા. જેમાં 7 ટર્મથી ચૂંટણી જીતતા આવતા મહેન્દ્ર મશરૂની પણ હાર થઇ હતી.
હવે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી 10મી તારીખે જૂનાગઢ-પોરબંદર લોકસભાના ઉમેદવારના પ્રચાર માટે જૂનાગઢ આવી રહ્યા છે, ત્યારે રાજકીય વિશ્લેષકો અને મતદારોમાં પણ હાર જીતના કોયડાને લઈને કુતૂહલ જોવા મળી રહ્યું છે.