જૂનાગઢ:જૂનાગઢનો યુવાન વેપારી શહેરમાં ગૌ યોગ કેન્દ્ર ચલાવી રહ્યો છે. આ કેન્દ્રની વિશેષતાને ખાસિયત સૌથી અલગ જોવા મળે છે. સામાન્ય રીતે દીવાલો પર સિમેન્ટનું પ્લાસ્ટર અને તેના પર ચકચકિત કરી મૂકે તે પ્રકારના રંગ રોગાન કરવામાં આવતા હોય છે. પરંતુ ગામડામાં જન્મ લેનાર યુવાન જયદીપ ભેટારીયાએ તેના ગૌ યોગ કેન્દ્રમાં પ્લાસ્ટર અને આધુનિક કલરની જગ્યા પર ગીર ગાયનું છાણ દીવાલો પર લીપીને ગીર ગાયનું સંવર્ધન થાય તેમજ તમામ પ્રકારની પ્રાકૃતિક ઉર્જાઓનું સ્ત્રોત સતત આસપાસમાં જોવા મળે તેવા ઉદ્દેશ્યથી તેના ગૌ યોગ કેન્દ્રમાં ગાયના છાણનું લીપણ કર્યું છે.
Unique Businessman Junagadh: જૂનાગઢના વેપારીએ શા માટે દિવાલ પર કલરની જગ્યાએ કર્યું છે ગાયના છાણનું લીપણ, જાણો સમગ્ર ઘટના...
જૂનાગઢનો યુવાન વેપારી ગીર ગાય સાથે સંકળાયેલા ગૌ યોગ કેન્દ્ર ચલાવી રહ્યો છે. મૂળ ગામડાની સંસ્કૃતિમાં જન્મેલો આ યુવાન વેપારી તેના ગૌ યોગ કેન્દ્રની દીવાલો પર પ્લાસ્ટર અને કલરની જગ્યા પર ગીર ગાયનું છાણ અને માટીના લીપણથી ગાયનું સંવર્ધન અને પ્રકૃતિને બચાવવાનો એક અનોખો સંદેશ આપે છે. મળો જૂનાગઢના જયદીપ ભેટારીયાને અને જાણો શું છે તેમની કલ્પનાનો આ વિષય.
Published : Oct 26, 2023, 10:01 AM IST
ઠંડકની સાથે હકારાત્મક ઉર્જા:જયદીપ ભેટારીયા માની રહ્યા છે કે ગાયના છાણનું લીપણ કરવાથી તે ઠંડક આપે છે. જેને કારણે એસી અને ત્યારબાદ વીજળીના મસમોટા બિલથી રાહત મળે છે. બહારના તાપમાન કરતાં ગૌ યોગ કેન્દ્રનું તાપમાન સરેરાશ ત્રણથી પાંચ ડિગ્રી જેટલું નીચું જોવા મળે છે. જેને કારણે બળબળતા ઉનાળામાં પણ પંખો કે એસીની જરા પણ જરૂર પડતી નથી. વધુમાં ગાયના છાણનું લીપણ હકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરતું હોય છે .જેથી તે આરોગ્ય માટે પણ સર્વોત્તમ હોવાનું સામે આપ્યું છે.
છાણનું લીપણ ગૌ યોગ કેન્દ્ર: ગાય આધારિત ખેતી અને ગાય માંથી પ્રાપ્ત થતા અન્ય પદાર્થ કોઈપણ વ્યક્તિના જીવન માટેના ખાસ કરીને પ્રાકૃતિક જીવન માટે ખૂબ જ મહત્વના છે. તેમણે લીપણ કરવા પાછળ પોતાનો ધ્યેય વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રત્યેક લોકો ગાયને મહત્વ આપે ગાયના ગોબર અને મૂત્ર થી અનેક પ્રકારની ઔષધીઓ અને દૈવીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓ બની રહી છે. ત્યારે ગોબર ના લીપણ થી નવી પેઢીના લોકો આકર્ષિત થાય અને ગાયના સંવર્ધન માટે આગળ આવે તે માટે તેમણે છાણનું લીપણ ગૌ યોગ કેન્દ્ર ની દીવાલો પર કરાવ્યું છે.