જૂનાગઢ/સોમનાથ:તારીખ 17 મી એપ્રિલ થી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. ભારત સરકારની સાથેઅન્ય રાજ્યોના પ્રધાનો અને અગ્રણી પદાધિકારીઓ આવી રહ્યા છે. ત્યારે આજે સંગમ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક વિકાસ પ્રધાન કિશન રેડ્ડી ની સાથે કપડા અને રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશ તેમજ ગુજરાતના ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ દર્શાવીને કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો.
નેતાઓનો જમાવડો: સોમનાથને આંગણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આયોજિત થયો છે. જેમાં દરરોજ ભારત અને અન્ય રાજ્યોના પ્રધાનોની સાથે અગ્રણી નેતાઓની હાજરી સતત જોવા મળે છે. ત્યારે આજે કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસ પ્રધાન જી કિશન રેડ્ડી કપડાં અને રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશ ગુજરાત રાજ્યના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો. સોમનાથ આવેલા કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ તમિલ સંગમ કાર્યક્રમ થકી વડાપ્રધાન મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનને ખૂબ જ મજબૂત સમર્થન પ્રાપ્ત થશે. તેવો સોમનાથના આંગણે ભરોસો વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો Saurashtra Tamil Sangamam : 3600 સ્ક્રુથી આબેહૂબ મોદીનો ચહેરો ઉપસાવ્યો, સંગમ કાર્યક્રમમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર
નિકાસ વિદેશમાં કરાઈ:બીજી તરફ કપડાં અને રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશ પાછલા 40 દિવસમાં 400 કરોડ કરતાં વધુની કપડા ને લગતી નિકાસ વિદેશમાં કરવામાં આવી છે. જેનાથી ભારત ની બ્રાન્ડને વિદેશમાં સ્થાપિત કરવાની સાથે સ્થાનિક ઉત્પાદન કારોને પણ વિદેશમાં બજાર મળી રહ્યું છે. તેની ખુશી વ્યક્ત કરી હતી. ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત પ્રવાસીઓ સાથે કરી વાત રાજ્યના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત તમિલનાડુ થી આવેલા પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો Saurashtra Tamil Sangamam : નકામા નાળિયેરમાંથી બનાવેલી સુશોભન વસ્તુઓ સ્વરોજગારીનું કેન્દ્ર બન્યું
હકારાત્મક વાતાવરણ:સદીઓ પછી બે સંસ્કૃતિનું આજે મિલન થયું છે. તેની ખુશી તેમણે વ્યક્ત કરી હતી. ઉદ્યોગ સહિત અન્ય ગતિવિધિ સાથે બંને રાજ્યો ને કઈ રીતે જોડી શકાય તેના પ્રયાસોના ભાગરૂપે પ્રવાસીઓ સાથે વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમિલનાડુ સાથે કાપડ હીરા ઉદ્યોગ કૌશલ્ય વિકાસ સહિતના અનેક મુદ્દાઓ પર તમિલનાડુ થી આવેલા પ્રતિનિધિઓ સાથે સકારાત્મક અને હકારાત્મક વાતાવરણમાં બચે ખૂબ જ તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે. જેનું ફળ આગામી દિવસોમાં ગુજરાત અને તમિલનાડુના લોકોને ચાખવા મળશે.