ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

મોરબી પુલ દુર્ઘટનાના મૃતકો ( Ttribute to Morbi bridge tragedy deceased ) ના આત્માની શાંતિ માટે આજે પવિત્ર દામોદર કુંડ ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી. ભવનાથ મંડળના સાધુસંતો સહિત સૌએ દામોદર કુંડ ( Junagadh Bhavnath Damodar Kund ) પર પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલિ અર્પતાં મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

જૂનાગઢમાં મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
જૂનાગઢમાં મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

By

Published : Nov 2, 2022, 3:10 PM IST

જૂનાગઢ મોરબી પુલ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકોના ( Ttribute to Morbi bridge tragedy deceased )આત્માની શાંતિ માટે આજે પવિત્ર દામોદર કુંડ ( Junagadh Bhavnath Damodar Kund ) ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભવનાથ મંડળના સાધુસંતો જૂનાગઢના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નાગરિકોએ પ્રાર્થના સભામાં હાજર રહીને મૃતાત્માઓના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના

મોરબી પુલ દુર્ઘટના જૂનાગઢ ખાતે યોજાઇ શ્રદ્ધાંજલિ સભા ગત રવિવારના દિવસે ગુજરાતના ઇતિહાસની ગોજારી ઘટનાએ સમગ્ર દેશનું દિલ હચમચાવી નાખ્યું છે. મોરબીનો ઝુલતો પુલ ( Morbi Bridge Collapse ) તૂટી પડતા 136 વ્યક્તિઓના આ દુર્ઘટનામાં મોત થયા છે. જેમને માટે આજે સમગ્ર રાજ્યમાં શોક ( Ttribute to Morbi bridge tragedy deceased ) મનાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ( Junagadh Bhavnath Damodar Kund ) શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢવાસીઓની પ્રાર્થનાપવિત્ર દામોદર કુંડ ખાતે ( Junagadh Bhavnath Damodar Kund ) ભવનાથ મંડળના સાધુસંતો જૂનાગઢના શ્રેષ્ઠીઓ અને શહેરીજનોએ એક સાથે તમામ 136 કરતા વધુ મૃતક વ્યક્તિઓ ( Ttribute to Morbi bridge tragedy deceased ) ના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. દામોદર કુંડ ખાતે આ પ્રકારની પ્રાર્થના સભા કે સામૂહિક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવું પડ્યું હોય તેવી આ દુઃખદ ઘટનામાં જે લોકો સ્વર્ગવાસી થયા છે તે તમામને ભગવાન શ્રી હરિ તેમના ચરણોમાં જગ્યા આપે તે માટે સૌ કોઈએ પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details