આજે પવિત્ર અમાસના દિવસને હિંદુ શાસ્ત્રમાં દામોદર કુંડમાં કરવામાં આવેલું પિતૃતર્પણનું કાર્ય તેમના પિતૃઓ સુધી પહોંચે છે તેવી માન્યતા ધરાવે છે. જેથી વહેલી સવારથી જ ભક્તોએ દામોદર કુંડમાં પવિત્ર આસ્થાની ડૂબકી લગાવીને તેમના પિતૃઓનું તર્પણ કર્યું હતું.
સોમવતી અમાસ નિમિત્તે દામોદર કુંડમાં પિતૃતર્પણ કરવા ભક્તોની ભીડ ઊમટી - JND
જૂનાગઢઃ આજે સોમવતી અમાસના દિવસે ગિરનારની ગોદમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવીને પિતૃઓનું તર્પણ કર્યું હતું. પવિત્ર દામોદર કુંડમાં પિતૃતર્પણ કરી પિતૃઓને મોક્ષ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ પ્રાર્થના કરી હતી.
સોમવતી અમાસ
દામોદર કુંડમાં ભક્ત કવિ નરસિંહ મહેતા અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ અહીં સ્નાન કર્યું હોવાના પુરાવાઓ આજે પણ જોવા મળી રહ્યા છે. એક લોક વાયકા પ્રમાણે, અહીં દેવી દેવતાઓનું પણ પિતૃતર્પણ કરવામાં આવ્યું હતુ. જેને લઇને દામોદર કુંડમાં પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. નરસિંહ મહેતાના સમયથી દામોદર કુંડ અને ગીરનાર તળેટી ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવે છે.