ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે વિશ્વ સાઇકલ દિવસ, તમામ દેશો કરી રહ્યા છે ઉજવણી

જૂનાગઢઃ આજે વિશ્વના તમામ દેશો સાઇકલ દિવસની ઉજવણી કરી રહ્યા છે. દિનપ્રતિદિન વધતી જતી ગ્લોબલ વોર્મિંગ અને તાપમાનમાં સતત થઇ રહેલા વધારાને પગલે આજે સાયકલ સર્વ માટે અનિવાર્ય બને તો ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની એક શક્તિ સાયકલ પૂરી પાડી શકે તેમ છે.

આજે વિશ્વ સાઇકલ દિવસ,વિશ્વના તમામ દેશો કરી રહ્યા છે ઉજવણી

By

Published : Jun 3, 2019, 2:57 PM IST

આજે સમગ્ર વિશ્વ સાયકલ દિવસ મનાવી રહ્યું છે. દિનપ્રતિદિન વાતાવરણમાં થતા પલટાઓ ગ્લોબલ વોર્મિંગની અસર નીચે સમગ્ર વિશ્વનું પિસાવુ તેમજ વાહનો દ્વારા થતાં પ્રદૂષણને કારણે થઇ રહેલા વિવિધ રોગોને પગલે હવે સાયકલ અનિવાર્ય બને તો નવાઈ નહીં સાઈકલની અનિવાર્યતાને ધ્યાને લઈને આજે સમગ્ર વિશ્વના લોકો વિશ્વ સાયકલ દિવસ ઉજવી રહ્યા છે.

આજે વિશ્વ સાઇકલ દિવસ,વિશ્વના તમામ દેશો કરી રહ્યા છે ઉજવણી
વર્ષ 1418માં ઇટાલિયન ઇજનેરે 4વ્હીલ એક દોરડું અને ગીયર પુલની મદદથી વિશ્વની સૌપ્રથમ સાઈકલ બનાવી હોવાનો મત આજે જોવા મળી રહ્યો હતો. પ્રથમ બનાવેલી આ સાઇકલમાં 4wheel હતા જે સમયાંતરે સંશોધનના અંતે 2વ્હીલ તરફ પરિણમ્યા વર્ષ 1817માં ડેરીસ નામની એક વ્યક્તિએ પણ સાઇકલ માં સંશોધન કર્યું અને જે સાઇકલ આજે આપણે જોઈ રહ્યા છીએ તે સાઇકલનું પ્રારૂપ તેમણે વર્ષ 1817માં આપ્યું હોવાના પુરાવાઓ આજે મળી રહ્યા છે.

આપને યાદ અપાવવું ઘટે કે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી પરિષદમાં સામેલ થયેલા રાજ્યપ્રધાન મનસુખ માંડવીયા પણ સપથ લેવા માટે સાઇકલ પર આવ્યા હતા તો નેધરલેન્ડ જેવા દેશ આજે પણ સાઈકલ પર સવાર થઇને તમામ કામો કરી રહ્યું છે. તેમના રાષ્ટ્રપતિ પણ અઠવાડિયામાં એક વખત સાઈકલ પર આવી અને દેશનો કારભાર સંભાળી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વને ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણમાંથી મુક્તિ અપાવનાર કોઈ એક ચક્ર હોય તો તે આપણી સાઇકલ છે

જૂનાગઢમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ઓન્લી ઇન્ડિયન નામની સામાજિક સંસ્થા ચલાવી રહેલા એક નિવૃત્ત સરકારી કર્મચારી પણ સાઇકલને ખૂબ પ્રાધાન્ય આપે છે. તેઓ જૂનાગઢ શહેરમાં સાઇકલ પર પરિભ્રમણ કરીને શાળાના બાળકોથી લઇને જિલ્લા કલેકટર સુધીની વ્યક્તિને સાઇકલ ચલાવવી જોઈએ સાઇકલના ફાયદા અને સાઇકલથી દેશ અને દુનિયાને પ્રદૂષણ મુક્ત રાખી અને દેશની સાથે સમગ્ર વિશ્વની સેવા કરવાની તક તેઓ આજે પણ ઝડપી રહ્યા છે. વહેલી સવારે ઘરેથી નીકળી અને સાઈકલ જ સંદેશ અને સંદેશ ઉપર જ સાઇકલ તેવા હેતુ સાથે ઓન્લી ઇન્ડિયન નીકળીને સમગ્ર જૂનાગઢવાસીઓને સાઇકલ તરફ વાળવાનો એક પ્રયાસ કરી રહ્યા છે જેને હવે ધીમે-ધીમે સમર્થન પણ મળતું જાય છે

દિનપ્રતિદિન માણસની જરૂરિયાતો વધતા તે આધુનિક બનવા લાગ્યો અને પરિણામ એ આવ્યું કે તેનાથી પૃથ્વીનો વિનાશ થવાની શરૂઆત થઈ ગઈ પ્રદૂષણ જે હદે પૃથ્વી ને નુકસાન કરી રહ્યું છે એટલી હદે કોઈપણ વ્યક્તિ ના કરી શકે માટે પ્રદૂષણ મુક્ત વિશ્વની કલ્પના સાયકલ સિવાય અન્ય કોઈ માર્ગ એ સફળ બને તેઓ હાલના સમયમાં દેખાતું નથી માટે સમગ્ર વિશ્વ સાયકલ ને તેની દિનચર્યાનું એક માધ્યમ બનાવે તો પ્રદુષણ માંથી આજીવન મુક્તિ મળી શકે તેમ છે તેમજ પૃથ્વીના પેટાળમાંથી જે પ્રકારે ક્રૂડ ઓઇલ ઉલેચવામાં આવી રહ્યું છે તેના પર પણ કંઈક અંશે નિયંત્રણ આવશે જેના કારણે પૃથ્વીનું પેટાળ શાંત થશે જેના થકી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવું ચોક્કસ માની શકાય


મશીનની શોધ થઈ તેની પહેલા વ્હીલની શોધ કરવામાં આવી હતી આ વ્હીલ આજે હવે મોટા ભાગની સમસ્યાનું કારણ બની રહ્યું છે તેમાંની એક સમસ્યા એટલે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર કાબૂ મેળવવા માટે પણ એક વ્હીલ પણ શક્તિશાળી છે પણ એ વ્હીલ સાયકલનું વ્હીલ છે તો મશીનના વ્હીલ પર સાયકલનું વ્હીલ કામ કરતું થઈ જાય તો ગ્લોબલ વોર્મિંગને કાયમી ધોરણે દૂર હડસેલી દેવામાં આપણને ચોક્કસ સફળતા મળશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details