જૂનાગઢના સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલકો માટેની રવિવારે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીનું સોમવારે મતગણતરી શરૂ કરવામાં આવી છે. સવારે આઠ કલાકેથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં ગુણાતીતાનંદ સ્વામી સભામંડપમાં ગણતરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમવારે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.
જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ
જૂનાગઢઃ રવિવારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં થયેલા મતદાનની સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. જેનું પરિણામ અંદાજીત ચાર વાગ્યાની આસપાસ મળે તેવી શક્યતાઓ છે.
રવિવારે પોલીસ અને પત્રકારો વચ્ચે થયેલી માથાકૂટને લઈને સોમવારે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ મત પત્રકોની ગણતરી શરૂ કરવામાં આવી છે. 27 હજાર કરતા વધુ નોંધાયેલા મતદારો પૈકી 43 ટકા જેટલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેની ગણતરી સોમવારે વહેલી સવારે આઠ કલાકે ગુણાતીતાનંદ સ્વામી સભામંડપમાં કરવામાં આવી હતી.
અંદાજિત બપોરના ચાર કલાક સુધીમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. આચાર્ય પક્ષો અને દેવ પક્ષે તેમના વિજયનો દાવો કર્યો હતો. પરંતુ જ્યારે મતગણતરી પૂર્ણ થશે. ત્યારે જ ખબર પડે કે, કોનો વિજય થશે.