છેલ્લા ઘણા સમયથી માંગરોળ પંથકના દરીયા કીનારા પર અવાર નવાર રેતી ચોરાતી હોવની ફરીયાદો ઉઠી છે, પરંતુ તંત્ર આ બાબતે આંખ આડા કાન કરતું હોય તેવું દેખાઇ રહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી માંગરોળની દરિયાઈ પટી ઉપર ખનીજ ચોરોએ માજા મુકી હોય તેમ બે રોકટોક ખનીજ ચોરી થતી હતી, ત્યારે રવિવારે માગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા બાતમીના આધારે તપાસ કરતાં પાંચ જેટલી છકડો રીક્ષામાં ગેર કાયદેશર રેતી ભરાતી હોવાનું સામે આવતા આખરે વન વિભાગ દ્વારા રીક્ષાઓને પોતાને કબજે કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.
જુનાગઢમાં ગેર કાયદે રેતી ચોરીમાં 4 આરોપીને વન વિભાગે ઝડપ્યા - Gujarati news
જુનાગઢ: શહેરના માંગરોળના શીલ સાંગાવાડા આત્રોલી દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર દરીયાઈ રેતી ચોરી કરતા 5 છકડો રિક્ષા સહીત 4 આરોપીને વન વિભાગે ઝડપી પાડેલ હતા. વન અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ચોરી કરતા 5 છકડો રિક્ષા સહીત 4 આરોપી ને વન વિભાગે ઝડપી પાડેલ હતા
ઉલ્લેખનીય છે કે, આવી તો અનેક જગ્યાએ માંગરોળની આસપાસ રેતીની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે, પરંતું આ બાબતે જો તટસ્થ તપાસ થાય તો મોટા મગરમચ્છોના નામો ખુલવાની પણ સંભાવના સેવાઇ રહી છે, ત્યારે આવનારા સમયમાં તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે.