ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપાના સ્વિમિંગ પૂલમાં આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી

જૂનાગઢ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વર્ષો પહેલા સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જેમાં નિયમ પ્રમાણે સ્વિમિંગ પૂલનું પાણી સમયાંતરે બદલવું તેમજ ફિલ્ટર કરવાનું હોય છે. ત્યારે આ સ્વિમિંગ પૂલમાં પાણી બદલવામાં ન આવતા લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.

જૂનાગઢ મનપાની ગંભીર બેદરકારી આવી સામે

By

Published : May 10, 2019, 5:19 PM IST

જૂનાગઢ મનપા સંચાલિત શહેરમાં આવેલો એક માત્ર સ્વિમિંગ પૂલ લોકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. જે વર્ષો પહેલા નિર્માણ પામેલો આ સ્વિમિંગ પૂલ સૌરાષ્ટ્રનો પ્રથમ સ્વિમિંગ પૂલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ મનપાની હદમાં આવતો આ સ્વિમિંગ પૂલ હાલ ચર્ચામાં છે.

સામાન્યપણે કોઈપણ સ્વિમિંગ પુલનું પાણી સમયાંતરે બદલવાનું હોય છે. કોઈપણ સ્વિમિંગ પૂલમાં પાણી બદલવું એ અતિ આવશ્યક અને પ્રાથમિક જરૂરિયાત હોય છે. પરંતુ જૂનાગઢ મનપા દ્વારા સંચાલિત આ સ્વિમિંગ પૂલનું પાણી બદલવામાં આવતું નથી. આ સાથે જ મનપા દ્વારા બનાવેલો ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી બંધ હાલતમાં છે. જેને લઇને સ્વિમિંગ પૂલનું પાણી ફિલ્ટર કે ચોખ્ખું થયા વગર ફરી પાછું એનું એ જ પાણી સ્વિમિંગ પૂલમાં ઠલવાય છે. એક બાજુથી પાણી ફિલ્ટર પ્લાન્ટમાં જાય છે, તો બીજી બીજુ આ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાને કારણે એનું એ જ પાણી ફરી પાછું બીજા પાઇપ દ્વારા સ્વિમિંગ પૂલમાં આવે છે. જેને લઇને અહીં આવતા તરવૈયાઓના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે.

સ્વિમિંગ પૂલમાં આરોગ્ય પ્રત્યેની ગંભીર બેદરકારી આવી સામે

આ સ્વિમિંગ પુલ માત્ર ઉનાળા દરમિયાન જ શરૂ રાખવામાં આવે છે તેમજ અહીં સાચવણીનો પૂરતો અભાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં સ્વિમિંગ પૂલમાં વપરાતું પાણી ચોખ્ખું, નિસ્યંદિત અને ફિલ્ટર કરેલું હોવું જોઇએ તેવી ગાઈડ લાઈન્સ આરોગ્ય વિભાગ પણ જાહેર કરે છે. તેમ છતાં મનપા દ્વારા સંચાલિત કાશ્મીર પુલવામાં પાણી સ્વચ્છ અને ફિલ્ટર થઇને નથી આવતું. જેને લઇને અહીં આવતા તરવૈયાઓ થોડો સંકોચ અનુભવે છે તેમજ આ સ્વિમિંગ પૂલમાં શહેરની મહિલાઓ પણ તરણ માટે આવતી હોય છે. પરંતુ અહીં કોઈ મહિલા કોચની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જેને લઇને મહિલાઓને તરણ અંગેની તાલીમ પણ મળી શકતી નથી. જેને કારણે મહિલાઓ દ્વારા આ સ્વિમિંગ પૂલમાં મહિલા કોચની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માગ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details