માંગરોળ ખાતે વધુ એક મગફળી કૌભાંડ બહાર આવે તેવી શંક્યતા
જૂનાગઢ: સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડુતોની મગફળી ખરીદ કરાઇ હતી. જેમાં માંગરોળ ખાતે સુલતાનપુર ગામે શક્તિ ગોડાઉન ભાડે રાખી ત્યાં 70થી 80 હજાર ગુણી મગફળી રાખેલી હતી. જેમાં જુની મગફળીની ખરીદી કરાય હોવાની અને આ મગફળીમાં કાંકરા અને ધુળ હોવાની હકીકત ગોડાઉનના માલીકે જણાવી હતી. જયારે હાલતો વેપારી પણ આ મગફળી 13 હજારમાં પણ ખરીદવા માંગતા નથી તેવું જાણવા મળ્યુ છે. જયારે ખરેખર આ ગોડાઉનની તપાસ સત્યતા પુર્વક કરાઇ તો મગફળી કૌભાંડ બહાર આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.
સ્પોટ ફોટો
મગફળીમાં કાકરા અને ધુળ હોવાની હકીકત જાણવા મળતા વેપારીઓ પણ હાલમાં મગફળી ખરીદવા માંગતા નથી. જયારે બીજી તરફ જણાવ્યું હતું કે મગફળી કાંડના આરોપીઓને ભાજપ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. પણ માત્ર દેખાવ ખાતર જ સસ્પેન્ડ કરાયા છે અને રાજેશ ચુડાસમા સાથે ફોર્મ ભરવા સમયે ભાજપના ખેસ સાથે જોવા મળ્યાનું જેસીંગ ભગતે જણાવ્યું છે. ત્યારે જો આ ગોડાઉનની ઉંડાણ પુર્વક તપાસ થાય તો વધુ એક મગફળી કાંડ બહાર આવે તેવી શંકા સેવાઇ રહી છે.