ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢનું નવદંપતી સાત ફેરા ફરીને મોરારીબાપુના સમર્થનમાં પહોંચ્યું મામલતદાર કચેરીએ

જિલ્લાના માળિયા તાલુકાના ભંડુરી ગામના નવ દંપતીએ પોતાના લોહીથી આવેદનપત્ર પર સહી કરીને કથાકાર મોરારી બાપુ પર થયેલા હુમલાને વખોડ્યો હતો. આ તકે મામલતદારને આવેદનપત્ર આપીને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક પર તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

નવદંપતી સાત ફેરા ફરીને મોરારી બાપુના સમર્થનમાં પહોંચ્યું મામલતદાર કચેરીએ
નવદંપતી સાત ફેરા ફરીને મોરારી બાપુના સમર્થનમાં પહોંચ્યું મામલતદાર કચેરીએ

By

Published : Jun 30, 2020, 3:07 PM IST

જૂનાગઢ : કથાકાર મોરારી બાપુ પર દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સંભવિત હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા હતા, ત્યારે સોમવારે માળિયા તાલુકાના ભંડુરી ગામના નવદંપતીએ પોતાના લોહીથી સહી કરેલું આવેદનપત્ર પાઠવીને પૂર્વ ધારાસભ્ય સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માગ કરી હતી.

નવદંપતી સાત ફેરા ફરીને મોરારી બાપુના સમર્થનમાં પહોંચ્યું મામલતદાર કચેરીએ
બાંટવાથી લગ્ન વિધિ પુરી કરીને જાન માળિયા મામલતદાર કચેરીએ પહોંચી હતી અને હરીયાણી પરિવારની હાજરીમાં નવ દંપતીએ પોતાના લોહીથી આવેદનપત્ર પર સહી કરીને મોરારીબાપુના સમર્થનમાં મામલતદારને રજુઆત કરી હતી. આવેદનપત્ર પાઠવીને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details