જુનાગઢથી બીલખા તરફ જતા માર્ગ પર એક ડાલામથ્થો સિંહ જોવા મળતા વાહનચાલકોએ રોડ પર તેમના વાહનો થંભાવીને વનરાજના દર્શન કર્યા હતા. સિંહ પણ એક રાજાની માફક આ લોકોને દર્શન આપતો હોય તે રીતે બિન્દાસ રોડને ક્રોસ કરીને તેના નિર્ધારીત સ્થાન પર જવા માટે આગળ વધ્યો હતો. જુનાગઢ બીલખા ધોરીમાર્ગની વચ્ચે ગિરનાર અને દાતાર પર્વતનું જંગલ વિસ્તાર આવેલો છે. આ જંગલમાં વર્ષોથી સિંહ કાયમી ધોરણે નિવાસસ્થાન કરી રહ્યા છે પરંતુ, છેલ્લા કેટલાક સમયથી સિંહ જંગલમાંથી બહાર નીકળીને માર્ગ ક્રોસ કરીને ત્યાંથી જઈ રહ્યો હોય તેવો વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે.
જુનાગઢ બીલખા રોડ પર જંગલનો રાજા નીકળ્યો ઇવનિંગ વોકમાં
જુનાગઢઃ બીલખા રોડ પર મોડી સાંજે જંગલનો રાજા ઇવનિંગ વોક પર નીકળ્યો હોય તેવો વિડિયો સામે આવ્યો છે. ગિરનારના જંગલમાંથી સિંહ બહાર આવી રોડને ક્રોસ કરી અન્ય જગ્યા પર જતો કેમેરામાં કેદ થયો હતો.
સ્પોટ ફોટો
સિંહ આ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે અહીંથી પસાર થતા લોકોને વનરાજના દર્શન કરવાનો લ્હાવો બિલકુલ ફ્રીમા મળી જાય છે. જેના માટે લોકો હજાર રૂપિયાનો ખર્ચ અને કીમતી સમય આપીને રાહ જોતા હોય છે. તેવા લોકોને સિંહના દર્શન થતા નથી પરંતુ, જુનાગઢ બીલખા માર્ગની વચ્ચે એક સાવજ નિયમિત રીતે તેમના ઈવનીગ વોક પર નીકળે છે અને જે લોકોના નસીબમાં તેમના દર્શન હોય તેમને દર્શન કરાવીને ફરીથી તેના નિર્ધારિત સ્થાન પર જતો રહે છે. આ વીડિયોની પુષ્ટિ etv bharat કરતું નથી.