ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢની વિદ્યાર્થિનીએ NCCમાં એકમાત્ર કેડેટ તરીકે પસંદ થઈને કર્યું શહેરનું નામ રોશન

જૂનાગઢ બહાઉદ્દીન કોલેજની વિદ્યાર્થિનીએ જૂનાગઢનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. સમગ્ર રાષ્ટ્રમાંથી NCCની નેવલ કેડમાં 38 કેડેટનો સમાવેશ રાષ્ટ્રીય પરેડમાં કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરતી એક માત્ર મહિલા કેડેટે આ પરેડમાં પસંદ થઈને જૂનાગઢનું નામ રોશન કર્યું છે.

Junagadh
Junagadh

By

Published : Jan 26, 2021, 5:35 PM IST

  • સમગ્ર રાષ્ટ્રમાંથી પસંદ થયેલા 38 કેડેટ માંથી એક માત્ર મહિલા કેડેટ તરીકે થઈ પસંદ
  • જૂનાગઢની વિદ્યાર્થીનીની દિલ્હીની રાષ્ટ્રીય પરેડમાં પસંદગી
  • NCC કેડેટમાં સમગ્ર રાષ્ટ્રમાંથી એકમાત્ર મહિલા કેડેટ તરીકે પસંદગી
  • આ વર્ષે રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર દેશમાંથી NCCના 38 કેડેટ પસંદ કરાયા હતા
  • રાષ્ટ્રીય પરેડમાં પસંદગી પામતી જૂનાગઢની એક માત્ર મહિલા NCC કેડેટ
    જૂનાગઢ

રાષ્ટ્રીય પરેડમાં દર વર્ષે NCCના કેડેટ્સને ભાગ લેવા માટે પસંદ કરવામાં આવતા હોય છે ત્યારે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરતી એનસીસીની વિદ્યાર્થીની આ વર્ષે 38 કેડેટમાં તેની પસંદગી કરવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીએ કોરોના સમયકાળમાં સારી કામગીરી કરવા બદલ એનસીસી દ્વારા તેને રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવી હતી. આ વર્ષે રાષ્ટ્રીય પરેડમાં પસંદ પામેલા NCCના 38 કેડેટો પૈકી જૂનાગઢની એક માત્ર મહિલા કેડેટ તરીકે જાનકીની પસંદગી થઈ છે. જેને લઇને જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં પણ ભારે હર્ષ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ

કોરોના સંક્રમણને કારણે પરેડને મર્યાદિત રખાતા વિદ્યાર્થિનીએ જૂનાગઢની કોલેજમાં હાજરી

કોરોના કાળમાં રાષ્ટ્રીય પરેડને આ વર્ષે મર્યાદિત કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને પરેડમાં મર્યાદિત સૈનિકોની સાથે પેરા મિલિટરી ફોર્સને પણ સામેલ કરવામાં આવી હતી. જેને લઇને જૂનાગઢની જાનકી આ પરેડમાં સામેલ થવા પામી ન હતી. પરંતુ તેમણે બહાઉદ્દીન કોલેજમાં યોજવામાં આવેલા ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજર રહીને પોતાને જે ગૌરવ રાષ્ટ્ર તરફથી મળ્યું છે તેના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને તેને મળેલા ગૌરવને સહર્ષ આવકાર્યું હતું.

જૂનાગઢ

ABOUT THE AUTHOR

...view details