- યાત્રિકોની સુરક્ષાના ધારાધોરણ મુજબ રોપ-વે સંચાલકોનો અનુકરણીય નિર્ણય
- વીજ પ્રવાહમાં ખામી સર્જાતા ગિરનાર રોપ-વે એક કલાક સુધી રહ્યો બંધ
- વીજ પુરવઠો પૂર્વવત થતાં ફરી રોપ-વે શરૂ કરવામાં આવ્યો
- પ્રવાસીઓને સુરક્ષાને લઇને સંચાલક ઉષા બ્રેકો કંપનીનું અનુકરણીય પગલું
ટેક્નિકલ ખામીના કારણે ગિરનાર રોપ-વે એક કલાક બંધ રહ્યો - પાવર કટ
ગિરનાર રોપ-વેના વીજ પ્રવાહમાં બુધવારે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે રોપ-વે અંદાજિત એક કલાક બંધ રાખવામાં આવ્યો હતો. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કેટલાક દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં વીજ પ્રવાહ અનિયમિત બનતા રોપ-વેને એક કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. વીજ પ્રવાહની ખામી દૂર થતા રોપ વે ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો.
ટેક્નિકલ ખામીના કારણે ગિરનાર રોપ-વે એક કલાક બંધ રહ્યો
જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાં એકાએક ટેક્નિકલ ખામી સર્જાતા એક કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. પાવર સપ્લાયમાં સતત આવી રહેલા વિક્ષેપને કારણે આવું કરવાની ફરજ ગિરનાર રોપ-વે ના ઇજનેરોને પડી હતી. પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે એટલે રોપ-વેની સુવિધા તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.