જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ, શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ
ભવનાથમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો મધ્યરાત્રીએ નાગા સંન્યાસીઓના સાહી સ્નાન સાથે વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ મેળામાં લાખોની સંખ્યામાં શિવ ભક્તોની સાથે નાગા સંન્યાસીઓએ પવિત્ર મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
જૂનાગઢઃ ભવનાથમાં યોજાતા તો મહાશિવરાત્રીનો મેળો મધ્યરાત્રીએ નાગા સંન્યાસીઓના સાહી સ્નાન સાથે વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ મેળામાં લાખોની સંખ્યામાં શિવ ભક્તોની સાથે નાગા સંન્યાસીઓ એ પવિત્ર મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
આદિ-અનાદિ કાળથી ભવનાથની તળેટીમાં આયોજિત થતો આવતો મહાશિવરાત્રીનો મેળો મધ્યરાત્રિના સમયે નાગા સંન્યાસીઓ અને શિવભક્તોએ ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને ભવ ભવનું ભાથું બાંધી મેળાને વિધિવત રીતે પૂર્ણ કર્યો હતો. આ સ્નાન અગાઉ ભગવાન ભવનાથ મહાદેવને રાત્રીની આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ બાદ ચારેય અખાડાઓના ઇષ્ટદેવને પ્રથમ મૃગી કુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. નાગા સંન્યાસીઓએ મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.