ગુજરાત

gujarat

ETV Bharat / state

Sakkarbagh Zoo: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં માદા વરુએ આપ્યો વધુ 6 બચ્ચાને જન્મ - વન વિભાગના રેજ ઓફિસર નિરવકુમાર

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Junagadh Sakkarbagh Zoo) માદા વરુએ વધુ છ જેટલા નવજાત બચ્ચાને જન્મ આપ્યો (wolf gave birth to six more cubs) છે. આજે થયેલા છ બચ્ચાના જન્મ બાદ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૫૦ જેટલા બચ્ચાનો જન્મ થઈ ચૂક્યો છે.હાલ બચ્ચાને જન્મ આપનાર માદા વરુ પર સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.

Sakkarbagh Zoo: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં માદા વરુએ આપ્યો વધુ 6 બચ્ચાને જન્મ
Sakkarbagh Zoo: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં માદા વરુએ આપ્યો વધુ 6 બચ્ચાને જન્મ

By

Published : Dec 6, 2021, 5:43 PM IST

  • જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુ છ વરુના બચ્ચાનો જન્મ
  • નવજાત બચ્ચા અને માદા વરુ વનવિભાગના અધિકારીઓની નજર હેઠળ
  • આ વર્ષે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં કુલ પચાસ વરુના બચ્ચાનો જન્મ

જૂનાગઢ:સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Junagadh Sakkarbagh Zoo) આજે માદા વરુએ વધુ છ બચ્ચાને જન્મ આપ્યો (wolf gave birth to six more cubs) છે. વરુંના છ નવજાત બચ્ચાનો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ વર્ષે પ્રાણી સંગ્રહાલયમાં કુલ 50 જેટલા વરુના બચ્ચાનો જન્મ થયો હોવાનું વન વિભાગના રેજ ઓફિસર નિરવકુમારે (Forest Department Rage Officer Nirav Kumar) Etv Bharat જણાવ્યું હતું કે, નવજાત 6 વરુના બચ્ચા સહિત જન્મ આપનાર માદા વરુ તંદુરસ્ત હાલતમાં છે અને તબીબોની સાથે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ નવજાત બચ્ચા સહિત માદા પર ચોક્કસ અને બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

Sakkarbagh Zoo: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં માદા વરુએ આપ્યો વધુ 6 બચ્ચાને જન્મ

આ પણ વાંચો:સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ 5 સિંહબાળનો થયો જન્મ, આ વર્ષે 24 સિંહબાળ જન્મ્યા

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વરુના જન્મથી ભારતીય પ્રજાતિને બચાવવામાં મળશે સફળતા

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં અત્યાર સુધીમાં ૫૦ જેટલા વરુના બચ્ચાનો જન્મ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર ભારતમાં જોવા મળતા શરીર પર પટાવાળા વરુના બચ્ચાનો જન્મ થતા વરુની ભારતીય પ્રજાતિ વધુ સુરક્ષિત થશે. સાથે સાથે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પાછલા એક વર્ષ દરમિયાન સતત વરુના બચ્ચાનો જન્મ થઈ રહ્યો છે, તેને લઈને પણ ભારતીય વરુ પ્રજાતિને બચાવવા માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય આવનાર દિવસોમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે અને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહ-દીપડા સહિત અનેક પશુ-પક્ષીઓ પ્રવાસીઓ માટે રાખવામાં આવ્યા છે, પરંતુ પાછલા એક વર્ષ દરમિયાન સિંહ સહીત પશુ-પક્ષીના નવજાત બચ્ચાનો જન્મ થઈ રહ્યો છે, જે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય માટે ખૂબ જ ઉત્સાહ જનક પરિણામો છે તો સાથે સાથે વન્ય જીવસૃષ્ટિને સુરક્ષિત કરવા માટે પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું જોવા મળશે.

આ પણ વાંચો:Broadgauge railway line case in Gir Forest: હાઈકોર્ટમાં રેલવે અને સરકારે રજૂ કર્યાં સોગંદનામાં

ABOUT THE AUTHOR

...view details