રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ તુવેરની ટેકના ભાવે ખરીદી કરવામાં જાહેરાત કર્યા બાદ જૂનાગઢ કેશોદ સહીત જિલ્લાના કેટલાક યાર્ડમાં તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જેમાં હવે ભેળસેળથી લઈને મિલાવટ કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને લઈને રાજ્ય સરકાર પર આક્ષેપો થઇ રહ્યા છે. એક તરફ ગુજરાતનો ખેડૂત તુવેરના ભાવોને લઈને આંદોલન કરી રહ્યો હતો. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવાની ઈચ્છા બતાવી હતી. જેમાં પણ હવે કૌભાંડને લઈને ફરી અનેક સવાલો ઉભાથી રહ્યા છે.
તુવેર કૌભાંડથી ખેડૂતો પાયમાલ અને કેન્દ્ર સરકાર આફ્રિકન દેશોમાંથી મંગાવી રહી છે તુવેર - JND
જૂનાગઢઃ એક તરફ તુવેર કાંડને લઈને દરરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ કેન્દ્રની સરકાર 1000 કરતા પણ વધુના ભાવે મોજામ્બિક અને આફ્રિકન દેશોમાંથી તુવેરની આયાત કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મંગળવારે તુવેરમાં થઇ રહેલી ભેળસેળ અને ખરીદમાં ઉઠેલી વ્યાપક ફરિયાદને લઈને રાજ્યની સરકાર પણ સવાલોના ઘેરામાં જોવા મળી રહી છે.
કેન્દ્રની સરકાર દ્વારા મોજામ્બક અને આફ્રિકન રાષ્ટ્રો પાસેથી તુવેર આયાત કરવાના કરારો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા વર્ષ 2017 અને 18ના વર્ષમાં 125 ટન તુવેર દાળ પ્રતિ કિલો 53.51/- રૂપિયાના દરે ખરીદવાના કરારો કર્યા છે. જેમાં વર્ષ દીઠ 25 હજાર ટનનો વધારો કરીને વર્ષ 2020 અને 21 સુધીમાં 2 લાખ ટન તુવેરની ખરીદી કરવાની યોજના બનાવી લીધી છે.
એક તરફ દેશનો ખેડૂત તુવેરના ભાવો અને તેમાં થઇ રહેલી ગોબાચારીને કારણે રોડ પર ઉતરી રહ્યો છે. બીજી તરફ દેશની કેન્દ્ર સરકાર દ્વારા આફ્રિકન દેશોમાંથી તુવેરની આયાત કરીને દેશના ખેડૂતોને રોડ પર ઉતરવા માટે મજબુર કરી રહી છે. જેમ તુવેરમાં ગોબાચારી સામે આવી છે, તેમ તુવેરની આયાત અને નિર્યાતમાં પણ તપાસ કરવામાં આવે તો કમિશન મેળવીને આયત કરેલી તુવેર કમિશન મેળવીને ફરીથી નિકાસ કરવાની યોજના પણ હોય શકે છે. જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.