ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા દુષ્કર્મના પડઘા જૂનાગઢમાં પડ્યા, રેલીનું આયોજન કરી આવેદન અપાયું - Gang rape

જૂનાગઢ: અરવલ્લી જિલ્લાના મોડાસામાં દલિત યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના પડઘા રાજ્યભરમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ શહેરમાં દલિત યુવાનોએ ઘટના અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Protest in Junagadh
મોડાસા દુષ્કર્મના પડઘા

By

Published : Jan 16, 2020, 8:22 PM IST

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દલિત યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ અને હત્યાના પડઘા રાજ્યભરમાં જોવા મળી રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં દલિત યુવાનોએ ઘટના અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૂનાગઢના દલિત યુવાનોએ વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને જલ્દી ફાંસીની સજા આપવા માગ કરી હતી.

મોડાસા દુષ્કર્મના પડઘા જૂનાગઢમાં વિરોધ પ્રદર્શન રૂપે જોવા મળ્યા

યુવાનોએ શહેરના આંબેડકર ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બેનરો સાથે વિરોધ પ્રદર્શ કરી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરી હતી. યુવાનોએ બેનરો સાથે વિરોધ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details