જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીનાના જુથળ ગામના રામવાવના પાટીયા પાસે વાડીના કુવામાંથી યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વાડી માલીકને કુવામાં મૃતદેહ તરતો હોવાનું સામે આવતા વાડી માલીક દ્રારા માળીયા હાટીના પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કુવામાંથી બહાર કાઢી જામનગર પોસ્ટમોર્ટમ અર્થે મોકલવા આવ્યો હતો.
માળીયા હાટીના જુથળમાંથી યુવાનનો કોહવાલેયી હાલતમાં મૃતદેહ મળી આવ્યો - Junagadh news
જૂનાગઢના માળીયા હાટીના ગામમાં વાડીના કુવામાંથી એક યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
જૂનાગઢ
વધુ મળતી માહિતી મુજબ આ યુવાન માળીયા હાટીનાનો જુથળ ગામનો વતની દિપક ચીનાભાઇ વાજા નામનો હોવાનું ખુલ્યું હતું, ત્યારે આ યુવાન કયારે અને કયા કારણોસર કુવામાં પડયો જેની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે.