ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના વાતાવરણમાં સતત બીજા દિવસે પલ્ટો, ધીમીધારે મેઘરાજાનું આગમન - junagadh hevy rain

જૂનાગઢ શહેરમાં મેઘરાજાનું ધીમીધારે આગમન થયું છે. અચાનક વરસાદનું જોરદાર ઝાપટું પડતાં શહેરમા ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને કાળજાળ ગરમીમાંથી મુક્તિ મળી હતી. હજુ પણ આગામી 2 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

જૂનાગઢના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો, ધીમીધારે મેઘરાજાનુ આગમન
જૂનાગઢના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો, ધીમીધારે મેઘરાજાનુ આગમન

By

Published : Jun 8, 2020, 7:39 PM IST

જૂનાગઢઃ સતત બીજા દિવસે જૂનાગઢ શહેરમાં મેઘરાજાનું ધીમીધારે આગમન થયું છે. ગઇકાલે પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને રાત્રીના સમયે વરસાદનું ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જૂનાગઢના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો, ધીમીધારે મેઘરાજાનુ આગમન
ગઇકાલે રાત્રીના 8 કલાકે જૂનાગઢ શહેરના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને અચાનક વરસાદનું જોરદાર ઝાપટું પડતાં શહેરમા ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે આજે સતત બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. જેના કારણે લોકોને આકરી ગરમીમાંથી મુક્તિ મળી હતી. આ વરસાદી વાતાવરણ આગામી બે ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. જેને લઇને લોકોને અકળાવનારી ગરમીમાંથી મુક્તિ મળશે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details