- જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ યોજાયો
- 660 જેટલા વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી એનાયત
- 69 વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત ચંદ્રક પણ એનાયત કરાયા
જૂનાગઢ : એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં કુલાધિપતિ અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ માધ્યમથી રાજભવનથી સીધા જોડાયા હતા.જુનાગઢ ઓડિટોરિયમ ખાતેથી યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય અધ્યાપકો તેમજ કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાદા પરંતુ શિક્ષણને પ્રજ્વલિત કરે તેવા આદર્શ કાર્યક્રમમાં જૂનાગઢ ખાતેથી જોડાયા હતા. જેમાં 660 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પદવી સમારોહ 69 વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત ચંદ્રક એનાયત કરાયા
એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ આજે 16મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં કૃષિક્ષેત્રમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં વિશેષ અને ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરેલા ૬૯ જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજતચંદ્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે રાજ્યપાલ વર્ચ્યુઅલ માધ્યમથી આ પદવીદાન સમારોહમાં જોડાયા હતા. કૃષિ ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે તેમને આગામી દિવસોમાં વધુ સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ઓર્ગેનિક ખેતીને લઈને પ્રત્યેક સ્નાતક અને અનુસ્નાતક એક આદર્શ ખેડૂત બને તેવી ભાવસભર વિનંતી પણ કરવામાં આવી હતી.