ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ: કેશોદની શાળામાં 11 વિદ્યાર્થિનીઓમાં કોરોના પોઝિટિવ લક્ષણો - કોરોના

કોરોના સંક્રમણ ધીમું પડ્યું હોવાનું માનીને રાજ્ય સરકારે રાજ્યભરમાં શાળાઓ ખોલવાનો નિર્ણય લઇ લીધો હતો જેને પગલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખુલી ગઈ છે. જૂનાગઢના કેશોદમાં પણ એ રીતે શાળાઓ શરુ થઈ ગઈ છે. ત્યારે ગણતરીના દિવસોમાં જ કેશોદની એક શાળામાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતાં જિલ્લાનું આરોગ્યતંત્ર ખળભળી ઉઠ્યું છે. તો શિક્ષણવિભાગ પણ ચિંતામાં પડી ગયો છે.

જૂનાગઢના કેશાેદની શાળામાં વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવ લક્ષણાે જણાયાં
જૂનાગઢના કેશાેદની શાળામાં વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવ લક્ષણાે જણાયાં

By

Published : Jan 19, 2021, 5:40 PM IST

  • કેશાેદની કે એ વણપરિયા વિનય મંદિરમાં 11 વિદ્યાર્થિનીઓમાં કાેરાેના પોઝિટિવ લક્ષણાે જાેવા મળ્યાં
  • સ્કૂલમાં પ્રવેશતાં ધાે 10-12ની વિદ્યાર્થિનીઓનાે ટેસ્ટ કરાતાં પોઝિટિવ
  • 3 હાેસ્ટેલની અને 8 શહેરની એમ મળી કુલ 11 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ જણાઈ
  • અર્બન વિભાગની ટીમે મામલો હાથમાં લીધો


કેશોદઃ ખાસ વાત કરીએ તો સ્કૂલો ખોલવાની સરકારની યોજના ભારે પડી હોય તેવું અહી લાગી રહ્યું છે. કેશોદમાં એક જ સ્કૂલમાં 11 વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવ આવતાં દોડધામ મચી જવા પામી છે.
કેશોદની કે એ વણપરીયા વિનય મંદિરમાં હોસ્ટેલમાં રહેતી ત્રણ વિદ્યાર્થિની અને આજ સ્કૂલમાં અભ્યાસ કરવા બહારથી આવતી આઠ વિદ્યાર્થિનીઓને કોરોનાના લક્ષણો જણાતા મેડિકલ ચેકપ કરતાં આ 11 વિદ્યાર્થિનીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્ર ચોંકી ઉઠયું હતું.


ખાસ તો હજુ શાળાઓ શરૂ થતાંની સાથે જ 11 વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતાં તંત્રને ફરીવાર શાળાઓ બંધ કરવાની નોબત આવશે તે ચોક્કસપણે મનાઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details