- સીઆરપાટીલ જૂનાગઢના પ્રવાસે
- ત્રણ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમોમાં હાજરી છે
- 2022ની ચૂટણીને લઈને બીજેપી નેતાઓની સફર શરુ થઈ ચૂકી છે.
ન્યૂઝ ડેસ્ક: પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆરપાટીલ આજે જૂનાગઢ જિલ્લાની મુલાકાત પર છે. મહત્વનુ છે કે, 2022ની ચૂટણીને લઈને જૂનાગઢની સફર હશે. કારણે વર્તમાન સમયમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાકને ક્યાક 2022ની ચૂટણીને(2022 election) લઈને પ્રવાસ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. એવામાં રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળના પ્રધાનો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જન આશીર્વાદ યાત્રાઓ યોજી રહ્યા છે. તેમજ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા બે દિવસથી રાજ્યના શિક્ષણ પ્રધાન (Minister of Education) જીતુ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા. ત્યારે
પાટીલ જૂનાગઢથી પોરબંદર રવાના થશે
સીઆર પાટીલની રફતાર આજે જૂનાગઢ તરફ છે ત્યારે જૂનાગઢ મહાનગર સ્થિત શહેર ભાજપ કાર્યાલયના નવનિર્મિત ભવનનુ ભૂમિ પૂજન કરશે, સાથે-સાથે પાટીલ યમુના વાડમાં યોજવામાં આવેલ સભામાં 7100 લોકોને 2 લાખ રૂપિયાના વીમા કવચ સહાય વિતરણ કરશે. ત્યાર બાદ સીઆર પાટીલ જિલ્લા ભાજપ કાર્યાલય પર શરૂ કરવામાં આવેલા પુસ્તકાલયનું વિમોચન પણ કરશે. જુનાગઢના કાર્યક્રમમાં હાજરી આપીને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ જુનાગઢથી પોરબંદર જવા રવાના થશે.