ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા દિશા નિર્દેશનો અને ચોક્સાઈના ચુસ્ત પાલન સાથે જૂનાગઢમાં રેસ્ટોરન્ટ શરૂ - Starting a restaurant in Junagadh

કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાઓ બાદ આજે સોમવારથી ચોક્કસ તકેદારી સાથે ફરી એક વખત રેસ્ટોરન્ટ શરૂ થઈ રહ્યા છે. 70 દિવસ સુધી બંધ રહેલા રેસ્ટોરન્ટમાં ભોજન સામગ્રી બનાવવા અને ગ્રાહકો સુધી પહોંચતી કરવા માટે સહાયક સ્ટાફની અછત રેસ્ટોરન્ટના માલિકો આજે ૭૦ દિવસ બાદ પ્રથમ વખત અનુભવી રહ્યા છે.

રેસ્ટોરન્ટ ફરી શરૂ
રેસ્ટોરન્ટ ફરી શરૂ

By

Published : Jun 8, 2020, 4:16 PM IST

Updated : Jun 8, 2020, 4:33 PM IST

જૂનાગઢ : પાછલા 70 કરતા વધુ દિવસોથી કોરોના વાઇરસના હાહાકારને કારણે સમગ્ર દેશના રેસ્ટોરન્ટ બંધ રાખવામાં આવ્યા હતા. જે અનલોક-1ના તબક્કામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી તકેદારી અને સાવચેતીઓ સાથે આજે ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યા છે. જેને લઇને રેસ્ટોરન્ટમાં તમામ સાવચેતીઓ સાથે આજ સોમવારથી ગ્રાહકોને ભોજન પીરસવાની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રેસ્ટોરન્ટ ફરી શરૂ
આજે સોમવારથી રેસ્ટોરન્ટમાં આવતા દરેક ગ્રાહકો માટે હેન્ડ સેનીટાઈજર, માસ્ક અને સામાજિક અંતર દરેક રેસ્ટોરન્ટમાં ફરજિયાત કરવામાં આવ્યું છે. જે કોઈ પણ ગ્રાહક માસ્ક વગર રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરશે તેવા તમામ ગ્રાહકોને રેસ્ટોરન્ટ દ્વારા માસ્ક પૂરા પાડવામાં આવશે તેમજ ભોજન કરતી વખતે સામાજિક અંતર જળવાઇ રહે તેવી રીતે ચોક્કસ પ્રકારની બેઠક વ્યવસ્થા આજથી ગોઠવવામાં આવી છે. જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે તેને લઈને નવા નિયમો સાથે આજે સોમવારથી 70 દિવસ બાદ રેસ્ટોરન્ટ ફરીથી ખુલી રહ્યા છે.
રેસ્ટોરન્ટ
70 કરતા વધુ દિવસોથી બંધ રહેલા રેસ્ટોરન્ટ ફરીથી એક વખત શરૂ થઈ રહ્યા છે. સ્વાદનો તડકો લેવા સાવચેતી અનિવાર્ય અને ફરજિયાત છે, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશોને લઈને ગ્રાહકોની સાથે સંચાલકો પણ નવી વ્યવસ્થામાં થોડી અગવડતાઓ સાથે અનુકૂલન સાધીને આગળ વધશે તો જ કોરોના જેવી વૈશ્વિક મહામારીને આપણે હરાવવામાં સફળ થઈશું. જેમાં રેસ્ટોરન્ટના સંચાલકો પણ તેમનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે.
રેસ્ટોરન્ટનું રસોડુ
Last Updated : Jun 8, 2020, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details