ગુજરાત

gujarat

ETV Bharat / state

Somnath Trust: ચૈત્ર સુદ એકમના દિવસે દામોદરે પકડી હતી સ્વધામની વાટ, સોમનાથ ટ્રસ્ટે કરી ધાર્મિક ઉજવણી - Bhalka tirth Yatra

સૌરાષ્ટ્રમાં આવેલા પવિત્ર તીર્થધામ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના સ્વદેશ જેવાની તિથિને શાસ્ત્રોત વિધિ અને ભક્તિ ભાવ સાથે યાદ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાની સુદ તિથિમાં એકમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી છોડીને સ્વધામની વાટ પકડી હતી. આ નિમિત્તે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી ભગવાન શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન તેમજ પૂજન નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે શાસ્ત્રોત વિધિ અનુસાર વિષ્ણુ યજ્ઞ કરીને પણ પ્રભુની પૃથ્વી છોડીને જવાની શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટે કરી ધાર્મિક ઉજવણી
સોમનાથ ટ્રસ્ટે કરી ધાર્મિક ઉજવણી

By

Published : Mar 23, 2023, 8:43 AM IST

જૂનાગઢ:સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જુદા જુદા ધાર્મિક દિવસોની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે. ચૈત્ર સુદ એકમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી છોડીને સ્વધામ ગયા હતા. અતિથિની વિધિ વિધાન અનુસાર પૂજા પાઠ તેમજ યજ્ઞ સાથે ઉજવણી કરીને પ્રભુને આસ્થાભેર વિદાય આપવામાં આવી હતી. સોમનાથ મંદિર ટ્રસ્ટ અતિથિની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ દિવસે ખાસ વિષ્ણુયજ્ઞ કરવામાં આવે છે જેમાં મંદિરના ટ્રસ્ટી તેમજ ભાવિક જોડ જોડાય છે.

ચૈત્ર સુદ એકમના દિવસે શ્રી હરિકૃષ્ણએ કર્યુ હતું સ્વધામ ગમન સોમનાથ ટ્રસ્ટે કરી ધાર્મિક ઉજવણી

શુ છે સંસ્કૃતિની દંત કથા:જરા નામના પારધીએ છોડ્યું હતું તીર. સનાતન ધર્મ સંસ્કૃતિની દંત કથા મુજબ પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિને હરી અને હર ની ભૂમિ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં દેવાધિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે પૂજાઈ રહ્યા છે. તો બીજી તરફ શ્રી હરિ કૃષ્ણ પર અહીંથી સ્વધામ ગમન થયા હતા. તેથી પ્રવાસ તીર્થ ક્ષેત્રની ભૂમિને હરી અને હરની ભૂમિ તરીકે પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તે મુજબ શ્રી હરિકૃષ્ણ દ્વારિકા થી સોમનાથ ભાલકાતીર્થ ક્ષેત્રમાં મુકામ કર્યું હતું.

ચૈત્ર સુદ એકમના દિવસે શ્રી હરિકૃષ્ણએ કર્યુ હતું સ્વધામ ગમન સોમનાથ ટ્રસ્ટે કરી ધાર્મિક ઉજવણી

આ પણ વાંચો Junagadh News: યુવાન ખેડૂતે મધની ખેતી કરીને બન્યો આત્મનિર્ભર, મધનું કર્યું મબલખ ઉત્પાદન

તીર વડે પ્રહાર:ત્યારે બપોરના સમયે જરા નામના પારધી એ ભગવાન શ્રીકૃષ્ણને કોઈ જંગલી પ્રાણી સમજીને તેના પર તીર વડે પ્રહાર કર્યો હતો. આરામ કરી રહેલા શ્રી હરિ કૃષ્ણના પગના અંગૂઠામાં તીર પ્રહાર કરે છે. જેના કારણે ભગવાન શ્રી હરિ કૃષ્ણએ સ્વધામ ગમન કર્યુ હતું. તે સમયે બપોરના 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડે શ્રી હરિકૃષ્ણએ સ્વધામ ગમન કર્યું હતું. ત્યારે આજે આ જ સમયે ગૌલોકધામ ખાતે શ્રી હરિકૃષ્ણના સ્વધામ ગમનની તિથિની ઉજવણી કરાઈ હતી.

ચૈત્ર સુદ એકમના દિવસે શ્રી હરિકૃષ્ણએ કર્યુ હતું સ્વધામ ગમન સોમનાથ ટ્રસ્ટે કરી ધાર્મિક ઉજવણી

આ પણ વાંચો Junagadh News : કેશોદમાં શ્રમિકો દ્વારા ફિનાઈલ ગટગટાવવાના મામલામાં ખંડણીનું કારણ સામે આવ્યું

વિધિ વિધાન અને આસ્થા: સ્વધામ ગમનભગવાન શ્રી હરિ કૃષ્ણએ આજના દિવસે સ્વધામ ગમન કર્યું હતું. તેવી દંતકથા અને ધાર્મિક માન્યતા મુજબ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી હરિ વિષ્ણુના સ્વરૂપ સમાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સિધાવવાની તિથિને ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ મંદિરના પંડિતો સંસ્કૃત વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઋષિ કુમારોની સાથે સોમનાથના લોકોએ જોડાઈને પુજન કર્યું હતું. ગૌલોક ધામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું પુજન કરીને પૃથ્વી લોક થી શ્રીકૃષ્ણના સ્વધામ ગમનની તિથિને ધાર્મિક વિધિ વિધાન અને આસ્થા સાથે ઉજવી હતી.

ABOUT THE AUTHOR

...view details