આ હોસ્પીટલનું બાંધકામ અત્યંત જુનું અને જર્જરીત હાલતમાં હોવાથી દર્દીઓ અને ડૉક્ટરો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેમ જ હાલ આ કેશબારી રૂમનો સ્લેબ પડતાં કેશબારી બહાર રાખવામાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
માંગરોળ સરકારી હોસ્પીટલનો સ્લેબ ધરાશાયી, કોઈ જાનહાની નહીં - gujarati news
જૂનાગઢઃ માંગરોળની સરકારી હોસ્પીટલમાં કેશબારી રૂમના સ્લેબના પોપડા ધરાશાયી થયા હતા. જેથી હોસ્પીટલના કર્મચારી દોડીને બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી.
slab of fallen down
હોસ્પીટલના ડૉક્ટરો દ્વારા ઉચ્ચ અધિકારીઓને લેખીતમાં અરજી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.