સમગ્ર દેશ અને રાજ્યમાં ભોળાનાથની લિંગના રૂપમાં પૂજા અને દર્શન થાય છે પરંતુ જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં આવેલા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં ભોળાનાથ અને માતા પાર્વતી સાકાર રૂપમાં તેમના ભક્તોને દર્શન આપીને ભક્તોની ધન્યતામાં અનેક ગણો વધારો કરે છે. જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના હસ્તે વિક્રમ સંવત 1884 મા ભગવાન શિવનું સાકાર સ્વરૂપે સ્થાપના કારઇ હતી અને શિવની પૂજા કરવામાં આવી હતી, ત્યારથી જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ તરીકે આજે પણ પૂજાય રહ્યા છે.
ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે જૂનાગઢનું આ સિદ્ધેશ્વર મહાદેવ - shravan mass
જૂનાગઢઃ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. સમગ્ર દેશ અને દુનિયાના શિવાલયોમાં એક મહિના સુધી ભગવાન શિવની આરાધના થતી જોવા મળશે. આ શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢમાં પણ શિવની આરાધના થઇ રહી છે. પરંતુ જૂનાગઢમાં શિવની આરાધના વિશેષ પ્રકારે જોવા મળે છે. એકમાત્ર મૂર્તિ સ્વરૂપ તેમજ શિવની સાથે પાર્વતીના પણ એક સાથે દર્શન કરાવતા સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ વાસીઓની અખુટ અને અતુટ શ્રદ્ધા છે. ભગવાન શિવની સાથે માતા પાર્વતીના સાકાર મૂર્તિના રૂપમાં દર્શન કરી ભોળાનાથના ભક્તો શ્રાવણ માસમાં શિવની આરાધનામાં મગ્ન બન્યા છે.
Junagadh
સિદ્ધેશ્વર મહાદેવ તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેને લઇને સમગ્ર જૂનાગઢ પંથકમાં સિદ્ધેશ્વર મહાદેવ એક આસ્થાના કેન્દ્રના રૂપમાં પૂજાય રહ્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં અભિષેક, અન્નકોટ દર્શન, રુદ્ર પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં ભોળાનાથના ભક્તો ભારે આસ્થા સાથે ભાગ લઈને પોતાને શિવમય બનાવે છે.
Last Updated : Aug 4, 2019, 10:00 AM IST