ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ ધોરાજી ધોરીમાર્ગ પરનું શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ

જૂનાગઢ ધોરાજી ધોરીમાર્ગ પર ઝાલણસર ગામ નજીક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ તબીબી સાધન અને સવલતો સાથે ચોવીસ કલાક તબીબોની દેખરેખ હેઠળ કોરોના સંક્રમિત દર્દીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં તમામ દર્દીઓને વિનામૂલ્યે તબીબી સવલતો દવાઓ તેમજ ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટર દર્દીઓ માટે હવે આશાનું કિરણ બની રહ્યું છે.

શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર
શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર

By

Published : May 9, 2021, 7:45 PM IST

  • જૂનાગઢ ધોરાજી ધોરીમાર્ગ પર સ્વામિનારાયણ સંસ્થાએ બનાવ્યું શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર
  • પાંચ તબીબ અને 10 સહાયક દ્વારા ચોવીસ કલાક દર્દીઓની સારવાર કરાય છે
  • શ્રી ધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર બન્યુ દર્દીઓ માટે આશાનું કિરણ

જૂનાગઢ : જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને જૂનાગઢ ધોરાજી ધોરીમાર્ગ પર આવેલા ઝાલણસર ગામ પાસે શ્રી ધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં તમામ પ્રકારની તબીબી અને રહેવા તેમજ જમવાની સુવિધાઓ વિના મૂલ્યે સારવાર લેવા માટે આવતા પ્રત્યેક દર્દી અને તેમના પરિવારજનોને આપવામાં આવી રહી છે.

જૂનાગઢ ધોરાજી ધોરીમાર્ગ પરનું શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ

આ પણ વાંચો -જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની હકારાત્મક રાજનીતિ : ધરણાની જગ્યાએ કોરોના દર્દીઓને મદદરૂપ થાય તેવા કાર્યક્રમો કરવાની આગેવાની લીધી

દવાઓ અને ભોજન વિના મૂલ્યે અપાય છે

એક અઠવાડિયા પહેલા શરૂ થયેલું આ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર હવે પ્રત્યેક દર્દીઓ માટે આશાનું કિરણ બની રહ્યું છે. તબીબોની હાજરી તેમજ તમામ પ્રકારની દવાઓ અને ભોજન વિના મૂલ્યે પૂરા પાડવામાં આવી રહ્યા છે.

જૂનાગઢ ધોરાજી ધોરીમાર્ગ પરનું શ્રી ધામ કોવિડ કેર સેન્ટર દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ

આ પણ વાંચો -જૂનાગઢમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવા વધુ 12 કોવિડ રથનું પ્રસ્થાન

સતત 24 કલાક તબીબોની હાજરીની વચ્ચે દિવસમાં 4 વાર દર્દીઓની તપાસ થાય છે

શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં 4 તબીબો દસ કરતાં વધુ સહાયક સ્ટાફ સહિત આધુનિક સાધનો અને તમામ પ્રકારની જરૂરી દવાઓ સાથે આ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જ્યાં વેન્ટિલેટર અને ઓક્સિજનની તમામ સુવિધાઓ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અહીં કોરોના સંક્રમિત થઈને આવેલા પ્રત્યેક દર્દીને સતત 24 કલાક તબીબી નિરીક્ષણ નીચે રાખી શકાય તેવું આગવું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પાંચ તબીબ અને 10 સહાયક દ્વારા ચોવીસ કલાક દર્દીઓની સારવાર કરાય છે

આ પણ વાંચો -જૂનાગઢ રોટરી ક્લબ દ્વારા વિનામૂલ્યે મિથીલિન બ્લ્યુનુ કરાઇ રહ્યું છે વિતરણ

80 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી

દિવસમાં 4 વાર નિષ્ણાંત તબીબો પણ શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઈ રહેલા પ્રત્યેક દર્દીને તપાસવા માટે આવી રહ્યા છે. તબીબી સહાય પણ પ્રત્યેક દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. 80 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગત એક અઠવાડિયા દરમિયાન પ્રતિદિન 7થી 10 જેટલા લોકો કોરોના સંક્રમણની સારવાર લઇને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.

80 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી

આ પણ વાંચો -જૂનાગઢમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હજુ પણ પૂરતા પ્રમાણમાં નહિ: જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી

ABOUT THE AUTHOR

...view details