જૂનાગઢ:17 મી તારીખ અને સોમવારના દિવસે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 15 દિવસ સુધી આયોજિત થશે જેમાં મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા 100 વર્ષ કરતા પણ બધું સમયથી તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયનો ભાગ લેશે. તમિલનાડુના રાજકીય સાંસ્કૃતિક ધાર્મિક ફિલ્મ કપડા અને ખાણીપીણી પર પણ સૌરાષ્ટ્રવાસીઓની ખૂબ જબ્બર ઝલક જોવા મળે છે. રાજકીય પાર્ટીથી લઈને ધર્મનું સંગીત આ તમામ પર આજે પણ તમિલોનો દબદબો જોવા મળે છે.
11 મી સદીથી થયું છે સ્થળાંતર:સોમનાથ પર મહંમદ ગઝનીના આક્રમણ બાદ 11મી સદીથી સૌરાષ્ટ્ર અને દ્વારકા માંથી મુખ્યત્વે શિલ્ક કપડાનું વણાટ કામ કરતા લોકોનું સ્થળાંતર થયું હતું. જે પહેલા મહારાષ્ટ્રના દેવગીરી વિસ્તારમાં સ્થળાંતરિત થયા હતા ત્યારબાદ યાદવ કુળના શાસનના અંત પછી દેવગીરીથી તેઓ કર્ણાટકના વિજયનગરમાં સ્થાયી થયા. 14 મી સદીમાં શિવાજીના મરાઠા શાસન દરમિયાન મૂળ સૌરાષ્ટ્રના વણકરો તંજવુર અને મદુરાઈ જિલ્લામાં સ્થાયી થયા હતા. આજના દિવસે આ બે જિલ્લામાં મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા સો વર્ષ કરતા પણ વધુ સમયથી રહેતા લોકોની સંખ્યા 20 લાખની આસપાસ થવા જાય છે. આ લોકો આજે પણ રેશમના કપડા બનાવવાનું કામ કરી રહ્યા છે.
રાજકીય ક્ષેત્ર પર મૂળ સૌરાષ્ટ્રના તમિલનું યોગદાન:તમિલનાડુનું રાજકારણ પણ મૂળ સૌરાષ્ટ્રના લોકો પર નિર્ભર હતુ. વર્ષ 1921માં મૂળ સૌરાષ્ટ્રના તુલસીરામ મદુરાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન બન્યા બાદ તેમણે મધ્યાન ભોજન યોજના શરૂ કરી હતી. આ મધ્યાન ભોજન યોજના સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા પણ સર્વ શ્રેષ્ઠ યોજના રૂપે સ્વીકાર કરાયો છે બીજા શુબ્બા રામન તેઓ પણ સૌરાષ્ટ્રના હતા તેઓએ મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલા નમક સત્યાગ્રહમાં મદુરાઈમાં તેમની 100 એકર જમીન દાનમાં આપી હતી. સૌરાષ્ટ્રના ઈરાધે જેમણે ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનિત્ર કડઘમ પક્ષની સ્થાપના કરી ઈરાધે પણ મૂળ સૌરાષ્ટ્રનું મૂળ અને કુળ ધરાવતા હતા.