ગુજરાત

gujarat

ETV Bharat / state

જો આ નથી જાણતા તો, ગીર ફરવા જતા પ્રવાસીઓને થશે ધરમનો ધક્કો - ગિરનાર નેચર સફારી પાર્ક

આગામી 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી ગીર સાસણ અભયારણ્ય અને ગિરનાર નેચર સફારી ચાર મહિના સુધી પ્રવાસીઓની તમામ (Gir Nature Safari will be closed )ગતિવિધિ માટે બંધ થવા જઈ રહી છે. જ્યારથી સાસણમાં સિંહ દર્શન શરૂ થયું છે, ત્યારથી લઈને આજ સુધી ચોમાસાના ચાર મહિના દરમિયાન સાસણ ગીર સફારી પાર્ક તમામ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિઓ માટે બંધ રાખવામાં આવે છે.

સાસણ ગીર અભયારણ્ય અને ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે 16મી જૂનથી બંધ
સાસણ ગીર અભયારણ્ય અને ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે 16મી જૂનથી બંધ

By

Published : Jun 8, 2022, 3:46 PM IST

જૂનાગઢઃઆગામી 16મી જુન અને ગુરુવારથી સાસણ ગીર અભયારણ્ય (Sasan and Gir Nature Safari)અને ગિરનાર નેચર સફારી તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિ માટે બંધ થવા જઈ રહ્યું છે. જ્યારથી સાસણમાં સિંહ દર્શન શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી ચોમાસાના ચાર મહિના દરમિયાન સાસણ ગીર અભયારણ્ય તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિ માટે બંધ (Gir Nature Safari will be closed)રાખવામાં આવે છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન વરસાદ અને આ સીઝન સિંહો માટે સંવવનની હોવાને કારણે સિંહોને કોઈ ખલેલ ન પહોંચે છે તેમજ ચોમાસા દરમિયાન જંગલમાં જવું ખૂબ મુશ્કેલ હોય છે.

દેવડીયા અને આંબરડી સફારી પાર્ક રહેશે ખુલ્લા -તમામ કુદરતી અને કુત્રિમ પરિસ્થિતિને ધ્યાને રાખીને સાસણ ગીર અભયારણ્ય ચાર મહિના માટે બંધ થવા જઈ રહ્યું છે. જેની શરૂઆત( Girnar Nature Safari Park)આગામી 16મી જૂન અને ગુરુવાર થી થવા જઈ રહી છે. સાસણ-ગીર અભયારણ્ય અને ગિરનાર નેચર સફારી પાર્ક બંધ થશે પરંતુ દેવળીયા અને ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક ચોમાસા દરમિયાન પણ યાત્રિકોની સુવિધાને ધ્યાને રાખીને ખુલ્લા રાખવામાં આવે છે.

સિંહ દર્શનનો લ્હાવો મેળવો -ચોમાસા દરમિયાન પ્રવાસીઓ આંબરડી અને દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરી શકવાની તક મેળવી શકે છે. આ બન્ને સફારી પાર્ક ચોમાસા દરમિયાન પણ બંધ રાખવામાં આવતા નથી. અહીં પણ સિંહોની સાથે અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે જેનો લાહવો વરસતા વરસાદની વચ્ચે પ્રવાસીઓ મેળવી શકે તે માટે ખાસ દેવડીયા અને આંબરડી સફારી પાર્ક શરૂ રાખવામાં આવે છે. જેમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈને વરસતા વરસાદની વચ્ચે સિંહ દર્શનનો લ્હાવો મેળવે છે.

ABOUT THE AUTHOR

...view details