ગુજરાત

gujarat

ETV Bharat / state

પર્યાવરણ દિવસે માંગરોળમાં સંજીવની નેચર ગ્રુપ દ્વારા 100 વૃક્ષો વાવ્યા - junagadh

જૂનાગઢઃ વિશ્વ પર્યાવરણ દિનની પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 100 જેટલા વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી.

jnd

By

Published : Jun 6, 2019, 7:18 AM IST

જૂનાગઢના માંગરોળમાં સંજીવની નેચર ગ્રુપ દ્વારા વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટી સમસ્યા બની રહી છે. આજે દિન-પ્રતિદિન પ્રદુષણ વધતા માનવી અને અનેક સજીવો વિવિધ રોગોથી પીડાઈ રહ્યાં છે.

માંગરોળ ખાતે સંજીવની નેચર ગ્રુપ દ્વારા 100 વૃક્ષો વાવ્યા
5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. જેમાં ફોરેસ્ટ વિભાગ, પત્રકાર મિત્રો, સામાજિક આગેવાનો, પોલીસ વિભાગ અને નગરપાલિકાએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. માંગરોળ, કામનાથ મહાદેવ અને મકતુપુરા ખાતે 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details