જૂનાગઢ મનપાનુ સુધારેલું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ રજુ કર્યુ - સ્ટેન્ડિંગ કમિટી
મનપા માટે વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર આજે રૂપિયા દસ કરોડ કરતા વધુના વધારા અને સુધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેસિયાએ કોર્પોરેશનમાં રજૂ કર્યું હતું. આ બજેટમાં પાણી સફાઈ કર નવી હાઇડ્રોલિક પાર્કિંગ વ્યવસ્થા મેરેથોન અને ટાઉન હોલને ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જૂનાગઢ : આજે મનપાના સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશિયાએ 366.36 કરોડના સુધારા સાથેનું વર્ષ 2020-21નું બજેટ મનપામાં રજૂ કર્યું હતું. બજેટની જો મુખ્ય વાત કરવામાં આવે તો પાણી વેરામાં વધારો, જિલ્લામાં હાઇડ્રોલિક પાર્કિંગ સિસ્ટમ તેમજ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા ટાઉનહોલને ખાનગી કંપનીને સંચાલન માટે આપવાની દરખાસ્તો કરવામાં આવી છે. આ સિવાય સફાઈ કરનો વધારો માન્ય રાખવામાં આવ્યો છે તો દિવાબતી કરમાં જે વધારો સૂચવવામાં આવ્યો હતો તેને સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરીને ૧૦ કરોડના વધારા સાથેનું સુધારા બજેટ રજૂ કર્યું હતું.