વર્ષ દરમિયાન થયેલા ખાટા મીઠા પ્રસંગોની યાદ એટલે રસિયા જૂનાગઢઃરાધા કૃષ્ણ અને ગોપીઓના રિસામણા અને મનામણાના પ્રસંગ હોળીની સાથે રસિયા ઉત્સવ મનાવવામાં આવે છે. આ રસિયા એ રાધાકૃષ્ણ અને ગોપીઓનાં વિરહના પ્રસંગને રજૂ કરે છે. રસિયા હવેલી પંથિ શ્રીહરિના ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવે છે. વસંત પંચમીથી લઈને ફુલદોલોત્સવ સુધી 40 દિવસના આ સમયગાળાને રસિયા સાથે જોડીને જોવામાં આવે છે.
આ પણ વાંચોઃHoli 2023 Ambaji : આ વખતે અંબાજી આવતા યાત્રિકોને બે પૂનમની આરતીનો લાભ મળશે, હોલિકા દહન ક્યારે થશે જૂઓ
રસિયા ઉત્સવ રાધાકૃષ્ણ અને ગોપીઓના રિસામણા મનામણાઃવસંત પંચમીથી ફૂલદોલોત્સવ સુધી 40 દિવસના આ સમયગાળાને રસિયા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો દરમિયાન સમભાગના આ દિવસો યમુનાજી ચંદ્રાવલીજી, રાધાજી અને લતાજીને અર્પણ કરવામાં આવ્યા છે. રસિયા ઉત્સવના આ 40 દિવસો દરમિયાન રાધાકૃષ્ણ અને ગોપીઓ ભગવાન શ્રીહરિ સાથેના ખેલના દિવસો તરીકે પણ રસિયા ઉત્સવનુ ખૂબ મહત્વ જોવા મળે છે. આ દિવસોમાં ભગવાન શ્રીહરિકૃષ્ણ રાધાજી અને તેમની ગોપીઓ સાથે રસિયા ગીત ગાઈને આ 40 દિવસની ધાર્મિક ઉજવણી કરાતી હતી તેવો ઉલ્લેખ સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં પણ કરવામાં આવે છે.
રસિયા ઉત્સવ રાધાકૃષ્ણ અને ગોપીઓના રિસામણા મનામણા રસિયા એટલે શ્રી હરિની ફરિયાદ સાંભળવાનો અને તેને ફરિયાદ કરવાનો પ્રસંગ:રસિયા પ્રસંગને શ્રીહરિના વખાણના પ્રસંગ સાથે પણ જોડવામાં આવે છે. રસિયા ઉત્સવ એટલે શ્રીહરિની ફરિયાદો સાંભળવી અને શ્રીહરિને ફરિયાદ કરવી તેવા પ્રસંગરૂપે પણ 40 દિવસ સુધી રસિયા ઉત્સવ મનાવવામાં આવતો હોય છે. આ દિવસો દરમિયાન પ્રભુના વખાણની સાથે શ્રીહરિ દ્વારા કરવામાં આવેલી ભૂલોની ફરિયાદ યશોદા માતા સામે ગોપીઓ કરે છે. આ જ રીતે ગોપીઓની ફરિયાદ પણ ભગવાન શ્રીકૃષ્ણ યશોદા માતાને કરતા હોય છે. તે પ્રસંગ જોડીને પણ રસિયા ઉત્સવ મનાવવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં રસિયા ઉત્સવને રિસામણા અને મનામણાના ધાર્મિક પ્રસંગ તરીકે પણ ઉજવવાની પરંપરા જોવા મળે છે.
આ પણ વાંચોઃHoli 2023: બીટ અને ગુલાબમાંથી કુદરતી ગુલાલ, ત્વચાને નહીં પહોંચાડે નુકસાન
વર્ષ દરમિયાન થયેલા ખાટા મીઠા પ્રસંગોની યાદ એટલે રસિયાઃસમગ્ર વર્ષ દરમિયાન શ્રીરાધાકૃષ્ણ અને ગોપીઓની સાથે જે બનાવો બને છે. તેની ખાટી મીઠી અને આપણા શબ્દોમાં કહીએ તો, રિસામણાં અને મનામણાંના પ્રસંગો સાથે રસિયા ઉત્સવને મનાવવામાં આવે છે. રસિયા ઉત્સવ દરમિયાન ટફ, કિન્નરી અને રાળ ત્રણ પ્રસંગો ફાગણ સુદ પૂનમ સુધી ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ દેવીદેવતાઓ પણ અન્ય સ્વરૂપ ધારણ કરીને શ્રી હરિના દર્શન માટે આવતા હોય છે.
રસિયા ઉત્સવને વિરહના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છેઃરસિયા ઉત્સવ એટલે કે, ફાગણ સુદ પૂનમ સુધી દેવીદેવતાઓ દ્વારા શંકર શેઠ શેઠાણી, રીંછ અને વાનર રૂપ ધારણ કરીને શ્રીહરિકૃષ્ણને રિઝવવા તેમ જ તેના દર્શન કરવા આ પ્રકારનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. રસિયા ઉત્સવ દરમિયાન રાધાજી પણ વિરહની ભાવના વ્યક્ત કરે છે, જેથી રસિયા ઉત્સવને વિરહના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે