ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળ પાસે ડિવાઈડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત - બાઇક ડિવાઈડર સાથે અથડાતા

માંગરોળ: જૂનાગઢ જિલ્લાના માંગરોળના પોરબંદર બાયપાસ રોડ પર વરામ બાગ પાસે એક બાઇક ડિવાઈડર સાથે અથડાતા સાંગાવાળાના રહેવાસી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

માંગરોળ પાસે બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત
માંગરોળ પાસે બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત

By

Published : Jan 16, 2020, 7:21 PM IST

માહિતી અનુસાર, સાંગાવાળાનો રહેવાસી 20 વર્ષીય દિપક હરેશ માલમ પોતાનું બાઇક લઈ માંગરોળ તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન વરામ બાગ પાસે તેની બાઇક ડીવાઇડર સાથે અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સ્થાનિકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારે 108ના મારફતે તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

માંગરોળ પાસે બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત

ઉલ્લેખનીય છે કે,વારંવાર આ સ્થળે અકસ્માતોના બનાવો બનતા હોય છે અને ઘણાના ભોગ પણ લેવાયા છે. ત્યારે પાલિકા દ્વારા પણ હાઇવે ઓથોરિટીને અરજીઓ આપવા આવી હતી છતાં પણ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.

ABOUT THE AUTHOR

...view details