ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના તાલુકાઓમાં કમોસમી વરસાદથી પાકને નુકશાન - કમોસમી વરસાદથી પાકને નુકશાન

જૂનાગઢ: ના માંગરોળ કેશોદ માળીયા હાટીના તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે કયાંક ઝરમર ઝરમર તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે અને કોઇક કોઇક જગ્યાએ તો ખેતરોમાં પાણી પણ ભરાયા હોવાનું સામે આવ્યું છે.

Junagadh
Junagadh

By

Published : Dec 4, 2019, 2:38 AM IST

આમ કમોસમી વરસાદથી ખેડુતોએ વાવેતર કરેલ ધાણા, ઘંઉ, ડુંગળી સહીતના પાકને ભારે નુકશાન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે. ખાસ કરીને જોઇએ તો, જુનાગઢ જિલ્લો સૌથી વધારે વરસાદથી પ્રભાવિત છે.

જૂનાગઢના તાલુકાઓમાં કમોસમી વરસાદથી પાકને નુકશાન

તેમજ લીલા દુષ્કાળ જેવી પરિસ્થીતિ છે અને ખેડુતોની મગફળી ફેઇલ થાય છે ત્યાં જ ફરીવાર પાછો કમોસમી વરસાદ થતાં ખેડુતોનો શિયાળુ પાક પણ બળી જવાની સંભાવના છે ત્યારે જગતનો તાત હાલતો ચિંતામાં જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details