ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસાવદરના ખેડૂતો દ્વારા ચણાની ખરીદીને લઈને મામલતદાર કચેરીમાં ધરણા

સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈને વિસાવદરના ખેડૂતો સરકારી પ્રમાણપત્રોને લઈને થઇ રહેલી ઢીલના વિરોધમાં આજથી મામલતદાર કચેરીમાં ધરણા પર ઉતરી ગયા છે

ખેડૂતો દ્વારા ચણાની ખરીદીને લઈને મામલતદાર કચેરીમાં ધરણા
ખેડૂતો દ્વારા ચણાની ખરીદીને લઈને મામલતદાર કચેરીમાં ધરણા

By

Published : Feb 17, 2020, 4:34 PM IST

જૂનાગઢ : સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ટેકાના ભાવે ચણાની ખરીદીની જાહેરાત કહેવામાં આવી છે, ત્યારે ખેડૂતો દ્વારા ઓન લાઈન રજીસ્ટ્રેશન માટે જે સરકારી પુરાવાઓને માન્ય રાખવામાં આવ્યા છે તે પૈકીના કેટલાક પુરાવાઓ જે તે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા કાઢી આપવામાં આવ્યા નથી. જેના કારણે ખેડૂતોનું ઓન લાઈન રજીસ્ટ્રેશન થઇ શકતું નથી જેને લઈને ખેડૂતો વિસાવદર મામલતદાર કચેરીમાં ધરણા પર ઉતરી ગયા છે.

ખેડૂતો દ્વારા ચણાની ખરીદીને લઈને મામલતદાર કચેરીમાં ધરણા
ખેડૂતોને ટેકાના ભાવે ચણા વહેંચવા માટે 7/12 અને 8 અ ના ઉતારાઓને સરકાર દ્વારા પુરાવાના ભાગ રૂપે માન્ય રાખવામાં આવ્યા છે, ત્યારે આ પૈકીના આધાર પુરાવાઓ વિસાવદર તાલુકાના તલાટી મંત્રી કાઢી આપવામાં નનૈયો ભણી દે છે. જેને લઈને ખેડૂતો તેમના ચણાની ઓન લાઈન રજીસ્ટ્રેશન કરી શકતા નથી. જેના વિરોધમાં આજે ખેડૂતો અને ખેડૂત આગેવાનો વિરોધના ભાગ રૂપે મામલતદાર કચેરીમાં ધરણા પર ઉતરી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details