હાલમાં લોકો સરકારી શાળાઓ છોડીને પ્રાઇવેટ શાળામાં પોતાના બાળને અભ્યાસ માટે મૂકી રહ્યા છે અને સરકારી શાળાઓમાં ખાલીખમ જોવા મળી રહી છે. ત્યારે આજે સરકારી શાળાની વધુ એક વિગત સામે આવી છે. જેમાં માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામની શાળામાં એક શિક્ષિકા બાળકોને સારૂં શિક્ષણ નહી આપતા હોવાથી ગામ લોકોએ ફરીયાદ ઉઠાવી છે.
જૂનાગઢના અવાણિયામાં પ્રાથમિક શાળામાં કરવામાં આવી તાળાબંધી - gujarati news
જૂનાગઢઃ એક તરફ સરકાર બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે વિવિધ યોજનાઓ ઘડી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના અવાણિયા ગામે શિક્ષિકા બાળકોને સારૂ શિક્ષણ આપવામાં ન આવતા ગામના લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે
jnd
જયાં સુધી આ શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાને તાળા બંધી કરી રાખવામાં આવશે. હાલ તો આ બાબતે ત્યાંના શિક્ષકો દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે.