જૂનાગઢ:આ વર્ષે ઉનાળાની શરૂઆતના દિવસોમાં છે. હવામાન વિભાગે માવઠું કે કમોસમી વરસાદની આગાહીઓ કરવી પડી છે. એક અઠવાડિયા પૂર્વે માર્ચ મહિનાનું પહેલું માવઠું પૂરું થયું આગામી 14 અને 15 તારીખના દિવસે ફરી એક વખત સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણની અનિશ્ચિતતાને કારણે માવઠાનો માર સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કે હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન શાસ્ત્રી ડી.આર વઘાસીયા એ વાતાવરણની પ્રતિકૂળતા અને પશ્ચિમી વિક્ષેપની જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને કરી છે.
ઉત્તર ભારતનું પશ્ચિમી વિક્ષેપ માવઠા માટે કારણભૂત:ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપનું સર્જન થયું છે. જેને કારણે સાયકલોનીક સર્ક્યુલેશન ઉદભવી રહ્યું છે તેની અસરની નીચે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેવી આગાહીઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે જે પવનનો આકર્ષિત થઈ રહ્યા છે. તે માવઠાને આમંત્રણ આપી રહ્યા છે.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ: વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે કારણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થાય છે. બીજી તરફ 14 અને 15 તારીખ દરમિયાન જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર વિસ્તારના દરિયાઈ પટ્ટીમાં ગરમીની લહેર પણ જોવા મળે છે. આ વિસ્તારોમાં દિવસનું તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
શિયાળુ અને કેરીના પાકને નુકસાનની શક્યતા:પશ્ચિમી વિક્ષેપના કારણે માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં રાષ્ટ્રવ્યાપી માવઠાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકોને કે જે હજુ ખેતરમાં જોવા મળે છે તેને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ પશ્ચિમની વિક્ષેપને કારણે જે વેસ્ટન ડિસ્ટર્બન્સના પવનો આકર્ષિત થઈ રહ્યા છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને વરસાદ અને પવનના કારણે નુકસાન પણ થઈ શકવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.