જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલનું સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા કરાયું બહુમાન - પ્રજાપતિ સમાજ
જૂનાગઢઃ ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા જૂનાગઢના નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ધીરુભાઈ ગોહિલની જૂનાગઢના મેયર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને લઈને પ્રજાપતિ સમાજે ધીરુભાઈ ગોહિલનું બહુમાન કર્યું હતું.
જૂનાગઢના નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલનું સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભવનાથની ગીરી તળેટીમાં આવેલા પ્રજાપતિ ભવનમાં ધીરુભાઈ ગોહિલ અને તેમની ધર્મપત્નીને સમગ્ર સમાજ વતી સન્માનવામાં આવ્યુ હતુ. સ્વચ્છ પ્રતિભા ધરાવતા ધીરુભાઈ ગોહિલને ભાજપ મોવડી મંડળ જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા ઉમેદવાર જાહેર કર્યા હતા. જેને લઇને સમગ્ર પ્રજાપતિ સમાજ ગદગદ હતો. હવે જ્યારે ધીરુભાઈ જૂનાગઢના મેયર બની ચૂક્યા છે ત્યારે સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજે આજે તેનું બહુમાન કર્યું હતું.