ભેસાણમાં મગફળી ખરીદીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે રાજકારણ ગરમાયું - Purchase of peanuts
જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજકીય આક્ષેપનું કેન્દ્ર બની છે. કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલીયાએ રાજ્ય સરકાર અને પુરવઠા નિગમ પર સમગ્ર મામલે ગોલમાલનો આક્ષેપ કરતા મગફળીની ખરીદીમાં રાજકારણનો પ્રવેશ જોવા મળી રહ્યો છે.
મગફળી ખરીદીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ
જૂનાગઢ/ ભેંસાણ: ગત એક અઠવાડિયાથી જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યાં હવે ભેસાણમાં પણ મગફળીની ખરીદીને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.