જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી દરમિયાન મીડિયા કર્મીઓ ઉપર પોલીસ કર્મીએ એક ખાનગી ચેનલના મીડિયા કર્મી પર લાઠીચાર્જ કર્યો હતો. જેને લઇને NCP નેતા રેશ્મા પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ લોકશાહી પર વાર છે. આ હુમલો ખુબ જ નિંદનીય છે અને તે ગુજરાતની ગરીમા પર વાર કર્યો છે તેમ કહી શકાય. મીડિયા લોકશાહીનો ચોથો પીલ્લર છે અને આ બધુ લોકશાહીના પીલ્લર પર વાર શાંખી લેવાય નહીં. વર્તમાન સમયમાં મીડિયા પણ સુરક્ષીત નથી મીડિયા કર્મીઓ પર અનેક હુમલોઓ થઇ રહ્યા છે તો આમા, સામાન્ય પ્રજા ક્યાંથી સુરક્ષીત હોય?
લોકશાહીના થાંભલા પર વાર શાંખી નહીં લેવાયઃ રેશ્મા પટેલ - swaminarayan temple
જૂનાગઢ: જિલ્લામાં સ્વામિનારાયણની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો અને જે ચૂંટણી બપોરના 4 કલાકે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગઇ હતી. ત્યાર બાદ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આચાર્ય પક્ષે દેવ પક્ષ પર હુમલો કર્યો હતો. જેમાં સૂત્રોના જણાવ્યાં અનુસાર આ હુમલો હાર ભાળનારા પક્ષે કર્યો હતો અને તે સમગ્ર ગરમા ગરમીમાં સવારથી લઇને સાંજ સુધીનું આ કવરેજ કરનાર એક ખાનગી ચેનલના મીડિયા કર્મી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે સરકારની આ એટલી નિર્દયતા કહેવાય કે તેને ચોથી જાગીર પર હુમલો કર્યો હતો.
લોકશાહીના પીલ્લર પર વાર શાંખી લેવાય નહી: રેશ્મા પટેલ
આ સમગ્ર ધટનાને રેશ્મા પટેલે કડક શબ્દોમાં વખોડી હતી અને સાથે એવી માંગ કરી હતી કે જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.