જૂનાગઢમાં જાન્યુઆરી માસના સરેરાશ તાપમાન કરતા પોઈન્ટ 8 ડિગ્રીનો જોવા મળ્યો ઘટાડો - સરેરાશ તાપમાન
જૂનાગઢ : ઉત્તર પૂર્વના પવનોને કારણે જૂનાગઢમાં ઠંડી જોવા મળી રહી છે. જેમાં સરેરાશ તાપમાન કરતાં પોઈન્ટ ૮ ડિગ્રીનો ઘટાડો આજે નોંધાયો હતો.
ઉત્તર પૂર્વના ફુંકાઈ રહેલા પવનોને કારણે જૂનાગઢના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે જૂનાગઢના સરેરાશ તાપમાનમાં પોઈન્ટ ૮ ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી માસમાં સરેરાશ તાપમાન કરતાં જૂનાગઢના તાપમાનમાં ઘટાડો નોંધાતા તાપમાન નીચે ઉતરી રહ્યું છે જેને લઇને લોકો પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
ઉત્તર પૂર્વના ફુંકાઈ રહેલા ઠંડા પવનો તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આ ઉત્તર-પૂર્વના પવનને કારણે જૂનાગઢના તાપમાનમાં પણ પોઈન્ટ 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં ઘટાડો નોંધાતા જૂનાગઢના શહેરીજનો પણ ઠંડીથી ઠુંઠવાઇ રહ્યા છે. જૂનાગઢનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં 10થી લઈને 11 ડિગ્રી સુધી જોવા મળતું હોય છે. પરંતુ, આ વર્ષે તાપમાનમાં પોઈન્ટ 8 ડિગ્રીનો ઘટાડો નોંધાતા જાન્યુઆરી માસનુ જૂનાગઢનું સરેરાશ તાપમાન છેલ્લા 30 વર્ષમાં સતત ઘટતુ રહ્યું છે. જેમાં આજે વધુ એક વખત ઘટાડો નોંધાયો છે