જેનો પાણી માટે નજીવો ચાર્જ ગ્રામ પંચાયતો દ્વારા ભરવામાં આવતો હોય છે. જો કે પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્રણ વર્ષ સુધી નર્મદાના પાણીના વિતરણ વ્યવસ્થા માટે કૉન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે પાણીની સપ્લાય મેન્ટેનન્સ કૉન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે નર્મદાના પાણીની પાઈપ લાઈનમાં વિવિઘ ગામોમાં અનેક જગ્યાઓએ એર વાલ્વ મુકવામાં આવેલા હોય છે. જે એરવાલ્વ તથા પાઈપ લાઈન અનેક જગ્યાઓએ લીકેજ થઇ જતા મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે.
જુનાગઢનું પાણી પુરવઠા વિભાગ ગાઢ નિંદ્રામાં, એરવાલ્વ લીકેજથી પાણીનો વેડફાટ
જુનાગઢ: જિલ્લામાં આવેલા કેશોદ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર નર્મદા યોજના હેઠળ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત કેશોદ આસપાસના તમામ વિસ્તારો નર્મદા યોજનનાના પાણી પણ નિર્ભર છે. એવામાં તંત્રની બેદરકારીના પગલે એરવાલ્વ પાઈપ લીકેજથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તો બીજી તરફ હજુ તંત્ર ગાઢ નિંદ્રામાં જ હોય તેવું જણાઇ રહ્યું છે. સરકાર દ્વારા ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે પાઈપલાઈન દ્વારા ગામડાઓમાં સંપમાં પાણીનો સંગ્રહ કરી વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
આ મામલે પાણી પુરવઠા વિભાગ કે કૉન્ટ્રાક્ટરો દ્વારા ક્યારેય તપાસ સુધ્ધા કરવામાં આવતી જ નહી હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે જો તપાસ કરવામાં આવતી હોય તો લીકેજ એરવાલ્વ કે પાઈપ લાઈન રીપેરીંગ કામ કરવામાં આવ્યું હોય પણ એરવાલ્વ લીકેજથી મોટી માત્રામાં પાણીનો અનેક જગ્યાએ વેડફાડ થતો જોવા મળે છે. જે તંત્રની બેદરકારી સાબિત કરી રહી છે. આવી ઉનાળાની સિઝનમાં પાણીની અછત છે, તો કેટલાક વિસ્તારોમાં તો લોકો પાણી માટે તડફડિયા મારતા જોવા મળે છે. જેને પગલે ઉનાળામાં લોકોને પુરતું પાણી મળવું મુશ્કેલ બની જતું હોય છે. પણ આ એરવાલ્વ લીકેજથી પાણીનો વેડફાડ વહેલી તકે બંધ કરવામાં આવે તે જરૂરી છે. મળતી માહિતી મુજબ પાણીનો બચાવ કરવા માટે પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતાં તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવશે.