વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોને ઉજાગર કરતું ચિત્ર પ્રદર્શન જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં નરેન્દ્ર મોદી સાથે વણાયેલી ઘટનાઓ અને તેમના દ્વારા કરેલા કાર્યોને ચિત્રના રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોનું વર્ણન કરતું એક ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના એક સામાન્ય કાર્યકરથી વડાપ્રધાન બનવા સુધીની સફરને વણી લેવામાં આવી હતી. આ ચિત્ર પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી જૂનાગઢના નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. જૂનાગઢના લોકો નરેન્દ્ર મોદીને નિકટતાથી ઓળખે તેવા ઉદ્દેશથી જ આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું.
નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલ ફોટો પ્રદર્શન - કાશ્મીરમાંથી ધારા 370
જૂનાગઢ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોને ઉજાગર કરતું એક ચિત્ર પ્રદર્શનનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં તેના જીવન સાથે સંકળાયેલા બનાવોને ચિત્ર રૂપે રજૂ કરવામાં આવ્યા હતા.
junagadh
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી કામગીરી શરૂ કરીને આજે વડાપ્રધાન પદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલા બનાવોને ચિત્રના રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ચિત્ર પ્રદર્શનમાં કેટલીક ધ્યાન ખેંચે તેવી બાબતો જેવી કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કાશ્મીરમાંથી ધારા 370 દૂર , ત્રણ તલાક જેવા કાયદા તેમજ કન્યા કેળવણી, જળસંગ્રહ ઉર્જા બચાવો અને સફાઈ અભિયાન જેવા તેમના જીવનના પ્રસંગોને વણીને આ ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.