ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢઃ PGVCLના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઇને આંદોલન તરફ મંડાણ - Movement by PGVCL employees

રાજ્યભર માંથી PGVCLના 55,000 જેટલા કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ત્યારે માંગરોળના 227 જેટલા કર્મચારીઓ દ્વારા 16 જાન્યુઆરીથી કાળી પટ્ટી બાંધી વિરોધ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

PGVCLના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઇને આંદોલન તરફ મંડાણ
PGVCLના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઇને આંદોલન તરફ મંડાણ

By

Published : Jan 5, 2021, 3:03 PM IST

Updated : Jan 5, 2021, 3:19 PM IST

  • PGVCLના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઇને આંદોલનની ચીમકી
  • 16 જાન્યુઆરીથી કરશે વિરોધ પ્રદર્શન
  • રાજ્યના 55,000 જેટલા કર્મચારીઓએ આપી આંદોલનની ચીમકી

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના PGVCL ૨૨૭ કર્મચારીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈ 16 જાન્યુઆરીથી આંદોલનની ચીમકી આપી છે. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના ઉપક્રમે કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચ તેમજ પગાર વધારો અન્ય આનુસંગિક એલાઉન્સ, એરિયર્સ, બોનસ વગેરે માંગણીને લઇ તારીખ 16 જાન્યુઆરીથી રાજ્યભરમાં તમામ સબ ડિવિઝનો, સર્કલ ઝોનલ, પાવર સ્ટેશન તેમજ કોર્પરેટ ઓફીસ સહિતની જગ્યાઓએ સુત્રોચ્ચાર કાર્યક્રમ સાથે 17 થી 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી બાંધી કામકાજ પર જ પોતાનો વિરોધ નોંધાવશે. તેમજ 21 જાન્યુઆરીએ તમામ કર્મચારી માસ સી એલ પર ઉતરશે તેવી ચીમકી આપી હતી.

PGVCLના કર્મચારીઓ

વીજમંત્રી દ્વારા અગાવ 3 મહિનામાં પ્રશ્નનું નિરાકરણ થઇ જશે તેવી આપવામાં આવી હતી ખાત્રી

આ અગાવ વીજ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ માંગણીઓ કરવામાં આવી, ત્યારે 3 મહિનામાં પ્રશ્નનું નિરાકરણ થઇ જશે તેવી ખાત્રી વીજમંત્રી દ્વારા આપવામાં આવી હતી. જે માત્ર લોલીપોપ હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. આખરે કોઈ નિરાકરણ ના આવતા વિજકર્મચારીઓએ આંદોલનની ચીમકી આપી છે અને આવનારા સમયમાં સરકાર સામે મોરચો મંડાઇ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે, સરકાર દ્વારા PGVCLના કર્મચારીઓની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવશે કે આંદોલન થશે.

માંગરોળ PGVCL
Last Updated : Jan 5, 2021, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details